નડિયાદ જે.એન્ડ જે.કોલેજ કર્મચારી સહકારી મંડળીની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ જે. એન્ડ જે. કોલેજ કર્મચારી સહકારી મંડળીની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ નડિયાદ જે. એન્ડ જે. કોલેજ ઓફ સાયન્સ કર્મચારી ધિરાણ સહકારી મંડળી લી.૩૯મી વાર્ષિક સામાન્ય સભા મંગળવારે બપોરે ૧૧.૩૦ કલાકે સોસાયટીના પ્રમુખ હરિશભાઈ એમ. પારેખના અધ્યક્ષ સ્થાનેયોજાઈ હતી. જેમાં પ્રાર્થના ર્ડા. શિલ્પાબેન જાની ધ્વારા કરવામાં આવી હતી.પુષ્પ ગુચ્છથી ર્ડા. એ. એમ. પટેલ આચાર્ય તથા પ્રમુખ એચ.એમ.પારેખ,ઉપપ્રમુખ એસ. બી. પટેલ, મંતી ર્ડા. ડી. કે. ભોઈ પૂર્વ પૃમુખ પ્રો. એમ.એચ. શાહ, પૂર્વ મંત્રી શિલ્પાબેન જાનીનું સન્માન કરવામાં આવ્યું. પ્રમુખહરિશભાઈ પારેખે સ્વાગત પ્રવચન કર્યુ હતું.ગત વાર્ષિક સામાન્ય સભાની કાર્યવાહીનું વંચાણ પ્રો. ર્ડા. ડી.કે.ભોઈએ કરી હતી જે મંજુર કરેલ વર્ષ ૨૦૨૨-૨૩ના હિસાબો એચ. એમ. પારેખ ધ્વારા રજુ કરેલ જે સર્વાનુમને મંજુર કરવામાં આવ્યાં હતાં. મંડળીનું ૨૨-૨૩નું ડિવિડંડ ૧૨ ટકા લેખે પ્રો. એસ.બી.પટેલ-ઉપપ્રમુખ એ જાહેર કરેલ હતું. વર્ષ ૨૦૨૨-૨૩ની ઓડીટર ની નિમણૂંક કરવા કારોબારીનેસત્ત આપવામાં આવેલછે. ધીરાણ હાલમાં રૂા. ૪૦૦૦૦૦ થી વધારી રૂ।. ૮૦૦૦૦૦ ની દરખાસ્ત કરવામાં આવી જેને સભાએ ટેકો આપી મંજુર કરેલ છે. મંડળીના સભ્ય ર્ડા. ડી.કે.સોલંકી- સેનેટ સભ્ય તરીકે ચૂંટાતા પ્રમુખ ઉપપ્રમુખ તથા મંત્રી તથા આચાર્ય ધ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આજે બિપિનભઈ આર. સોલંકી ની તથાહરિશભાઈની વર્ષગાંઠ હોવાથી આચાર્ય ધ્વારા પુષ્પગુચ્છથી સન્માન કરવામાંઆવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ પ્રો. સુરેશભાઈ બી. પટેલ ધ્વારા કરી તથાસમગ્ર સંચાલન ર્ડા. એસ. બી.લખનોતા ધ્વારા કરવામાં આવ્યું હતું.