દાહોદ પોલીસની પાંચ ટીમો મધ્યપ્રદેશના અલીરાજપુરમાં ધામા:ત્રણ વ્યક્તિઓની અટકાયત,છ મોટરસાયકલ જપ્ત કરાઈ.
નીલ ડોડીયાર
દેવગઢ બારીયામાં બુટલેગરો તેમજ પોલીસ વચ્ચે હિંસક અથડામણ મામલો..
દાહોદ પોલીસની પાંચ ટીમોના મધ્યપ્રદેશના અલીરાજપુરમાં ધામા:ત્રણ વ્યક્તિઓની અટકાયત,છ મોટરસાયકલ જપ્ત કરાઈ..
દાહોદ એસપી તેમજ અલીરાજપુર એસપી હંસરાજ સિંહ દ્વારા દાહોદ તેમજ અલીરાજપુર પોલીસ સાથે સંકલનમાં બુટલેગરોને ઝડપવા આશ્રય સ્થાનો પર સામૂહિક દરોડા..
દેવગઢ બારીયા તાલુકાના કાળીયાકુવા ગામે ગતરોજ મધ્યપ્રદેશના માથાભારે બુટલેગરો તેમજ સાગટાળા પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં બુટલેગરોના ટોળા દ્વારા પોલીસની સરકારી ગાડીઓને આગના હવાલે કરી દીધી હતી. તો બીજી તરફ સ્વરક્ષણમાં જીવ બચાવવા માટે પોલીસે પણ ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. આ સમગ્ર પ્રકરણ બાદ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નવ નીયુક્ત અલીરાજપુર એસ.પી. હંસરાજ સિંહ જોડે ટેલિફોનિક વાત કરી આ માથાભારે ઈસમોને ઝડપી પાડવા અલીરાજપુર પોલીસ તેમજ ગુજરાત પોલીસ સાથે સંકલનમાં રહી કામગીરી કરે તે માટે ચર્ચા કરી હતી અને ત્યારબાદ દાહોદ પોલીસ અધિક્ષક બલરામ મીણાના નિર્દેશનમાં પોલીસની પાંચ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. અને મધ્યપ્રદેશના આ માથાભારે બુટલેગરોના રહેઠાણ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં દોઢ ડઝન થી વધારે માથાભારે બુટલેગરોની શોધખોળમાં પોલીસને ત્રણ શકમંદો મળી આવતા પોલીસે ત્રણેયની અટકાયત કરી પૂછપરછ માટે સાતાળા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ પોલીસે દરોડા દરમિયાન છ મોટરસાયકલ તેમજ એક મોબાઇલ ફોન પણ કબજે કર્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખની છે કે આમ તો ગાંધી અને મોદીના ગુજરાતમાં સંવિધાન લખાવ્યું ત્યારથી દારૂબંધી અમલમાં છે પરંતુ આરોપ એ લાગે છે કે દારૂબંધીની અમલવારી જમીન પર ઓછી અને કાગળ પૂરતી વધારે સીમિત છે. જોકે આ તમામ આરોપ પ્રત્યાઆરોપની વચ્ચે બુટલેગરો અને પોલીસ વચ્ચે ઘણી વખત લુકા છૂપીના ખેલ રમાય છે. અને આ લુકા છૂપીના ખેલ દરમ્યાન કેટલીક વખત પોલીસ અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ પણ ઊભું થાય છે. ત્યારે આવો જ ઘર્ષણ પરમ દિવસે બનવા પામ્યો હતો જેમાં મધ્યપ્રદેશના માથાભારે બુટલેગરોના ટોળાએ સ્પેશિયલ દારૂ જુગારની ડ્રાઇવમાં કાલીયા કુવા ગામે ઊભેલી સાતાળા પોલીસ જોડે સામનો થતા શરૂઆતમાં ઘર્ષણ બાદ બુટલેગરો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી અને પરિણામ સ્વરૂપ મોટર સાયકલો ઉપર ધાર્યા તલવાર પાળિયા, લાકડીઓ જેવા મારક હથિયારો થી સજ્જ બુટલેગરોના ટોળાએ પોલીસ ઉપર હુમલો કરી સરકારી ગાડીઓને આગના હવાલે કરી દીધી હતી. ત્યારે તે સમયે સ્થળ પર સાગટાળા પોલીસે પોતાનું જીવ બચાવવા સ્વરક્ષણમાં ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. જે બાત બુટલેગરોના ટોળા સ્થળ પરથી નાસી ગયા હતા. જોકે મધ્યપ્રદેશના બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવાની કવાયત વચ્ચે પોલીસ અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ ઊભા થાય છે. ત્યારે ભૂતકાળમાં પણ છોટાઉદેપુરના કુખ્યાત બુટલેગર ભીખા રાખવા એ પણ ટોળા દ્વારા એસ.એમ.સી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર હુમલો કરી ફાયરિંગ કર્યું હતું. જે બાદ ભીખા રાઠવા ફરાર થઈ આ ઘટનાની પડઘા ગૃહ ખાતા સુધી પડ્યા હતા અને એસએમસી તેમજ સ્થાનિક પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચ કુખ્યાત ભીખા રાઠવા ને ઝડપી પાડવા માટે આકાશ પાતાળ એક કરી રહી હતી અને થોડાક દિવસોમાં ક્રાઈમ બ્રાન્ચે કુખ્યાત ભિખા રાઠવાને અમદાવાદના કણભા ખાતેથી ઝડપી લીધો હતો. જોકે આ ઘર્ષણના બનાવોમાં દબી જુબાનમાં લોકોમાં કહેવાય રહ્યું છે. કે મધ્યપ્રદેશના બુટલેગરો પોલીસને ખુશ કર્યા વગર વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડે છે તે સમયે આવા ઘર્ષણના બનાવો ઊભા થાય છે તેવા પણ ચર્ચાઓ તેમજ આક્ષેપો થઈ રહ્યા છે. જોકે સમગ્ર મામલામાં હાલ તો દાહોદ પોલીસ દ્વારા મધ્યપ્રદેશના કઠીવાડા તેમજ અલીરાજપુરના આસપાસના વિસ્તારોમાં જે જગ્યાએ આ માથાભારે બુટલેકરો ના રહેણાંક મકાનો અથવા ઠેકાણાઓ આવેલા છે તે તમામ સ્થાનો પર મધ્યપ્રદેશ પોલીસની મદદથી તેમજ સંકલનમાં રહી દરોડો પાડવામાં આવી રહ્યા છે. અત્યારે આગામી કેટલા સમયમાં આ માથાભારે બુટલેગરો પોલીસના સાણસામાં આવે છે તે જોવું રહ્યું.

