ફતેપુરા ગ્રામ પંચાયતમાં ઠરાવ બુકમાં ચેડા કરી ગેરકાયદેસર આકારણીઓ કરાઇ હોવાના આક્ષેપો.
રિપોર્ટર
પ્રવીણ કલાલ
ફતેપુરાના ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત
ફતેપુરા ગ્રામ પંચાયતમાં ઠરાવ બુકમાં ચેડા કરી ગેરકાયદેસર આકારણીઓ કરાઇ હોવાના આક્ષેપો
દાહોદ તા.૧૯દાહોદ જિલ્લાની ફતેપુરા ગ્રામ પંચાયતમાં સરપંચના અઘ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં ઠરાવો થયા બાદ ઠરાવ બુકમાં ચેડા કરીને ખોટી અને ગેરકાયદેસર આકારણીઓ કરાઇ હોવાની ગ્રામ પંચાયતનાં સભ્યએ જ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરતાં ફતેપુરા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ફતેપુરા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 7 ના સભ્ય વિશાલ નહારે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરતા જણાવ્યું છે કે તારીખ 30 જૂન 2020 ના રોજ ફતેપુરા ગ્રામ પંચાયત ખાતે તે વખતના સરપંચના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઈ હતી.આ સામાન્ય સભામાં ડેપ્યુટી સરપંચ સહિત તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સામાન્ય સભામાં થયેલા ઠરાવો બાદ ઠરાવ બુકમાં ચેડા કરીને ગેરકાયદેસર અને ખોટી રીતે આકારણીઓ કરવામાં આવી છે.જેમાં તારીખ 30 જુન 2020 ના રોજ સામાન્ય સભામાં થયેલા ઠરાવોમાં ઠરાવ નંબર 1 માં ઠરાવ બુકમાં ચેડા કરીને ગેરકાયદેસર રીતે અને ખોટી આકારણીઓ કરવામાં આવી છે. આ રીતની ફતેપુરા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 7 ના સભ્યએ તમામ પુરાવાઓ સાથે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે અને તેઓએ વધુમાં જણાવ્યું છે કે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે તાત્કાલિક અસર થી યોગ્ય પગલાં લેવામાં આવે ઠરાવ બુકમાં ચેડા કરીને ગેરકાયદેસર રીતે ખોટી આકારણીઓ કરનાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગેરકાયદેસર અને ખોટી રીતે કરાયેલી આકારણીઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી તેઓએ ઉગ્ર અને વિનંતી ભરી રજૂઆત કરી છે તેઓએ વધુમાં જણાવ્યું છે કે જો ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા નિયત સમય મર્યાદામાં આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ દાહોદ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પણ આ બાબતે રજૂઆત કરશે.