દાહોદ જિલ્લામાં સિકલસેલ દિવસ નિમિતે તમામ તાલુકામાં સિકલસેલ કેમ્પનું આયોજન કરાયું.

સિંધુ ઉદય

દાહોદ જિલ્લામાં સિકલસેલ દિવસ નિમિતે તમામ તાલુકામાં સિકલસેલ કેમ્પનું આયોજન કરાયું દાહોદ જિલ્લામાં સિકલસેલ દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા નવે તાલુકાના પીએચસી ખાતે સિકલસેલ ના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ અને ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી શ્રી ડો.ઉદયકુમાર ટિલાવત, જિલ્લા સિકલસેલ નોડલ ઓફિસરશ્રી ડો નયન જોશી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ના તમામ તબીબી અધિકારીઓ દ્વારા સિકલસેલ કન્ટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત વિશ્વ સિકલસેલ દિવસ ની ઉજવણી કરી હતી.આ અંતર્ગત રાખેલ કેમ્પમાં જિલ્લામાં કુલ ૫૬૨ સગર્ભા માતાઓ અને ૪૬૩ ડીસીઝ દર્દી ઓ તેમજ ૪૭૩ વાહકની મેડિકલ ઓફિસર દ્વારા મેડીકલ ચેકઅપ, લેબ ટેકનીશ્યન દ્વારા લેબોરેટરી તપાસ, ફાર્માશીષ્ટ દ્વારા જરૂરી દવાઓ અને સિકલસેલ કાઉન્સેલર દ્વારા કાઉન્સેલીંગ કરવામાં આવ્યું આ ઉપરાંત ૬૧૪ નવા લાભાર્થીઓની DTT તપાસ કરવામાં આવી હતી. જેમાં ૬૨ લાભાર્થીઓ પોઝીટીવ મળતા તેઓના HPLC માટે સેમ્પલ લેવામાં આવ્યા.મેડિકલ ઓફિસર, પીએચસી ના સુપરવાઇઝર ભાઈઓ/બહેનો, સીએચઓ, સ્ટાફ નર્સ, બધસૅ, લેબ ટેકનીશ્યન, ફાર્માશીષ્ટ, આશા બહેનો, સિકલસેલ કાઉન્સેલર, એડોલેસન્ટ કાઉન્સેલર દ્વારા સેવા ઓ પૂરી પાડવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: