ખેડા રોડ પર ખત્રીફાર્મ સામે પાછળ આવતા એક મોપેડ ચાલકે સાયકલને ટક્કર મારી અકસ્માત સર્જાયો.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
ખેડા રોડ પર ખત્રીફાર્મ સામે પાછળ આવતા એક મોપેડ ચાલકે સાયકલને ટક્કર મારી અકસ્માત સર્જાયો માતર-ખેડા રોડ પર રહેતા અજય ક્રિશ્ચિયન સોમવાર સાંજે છ વાગ્યાના અરસામાં સાયકલ લઇ મોતીપૂરા બાળકોને ટ્યુશન આપવા માટે ગયા હતા.ટ્યુશન કરી પરત અજય સાયકલ પર પરત આવી રહ્યા હતા. તે દરમિયાન માતર-ખેડા રોડ પર આવેલા ખત્રીફાર્મ સામે પાછળ આવતા એક મોપેડ ચાલકે સાયકલને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં સાયકલ સવાર અજય અને મોપેડ ચાલક હેમંત પટેલ ઉં.વ. ૪૯ શરીરે ઈજા પહોંચી હતી. બંને ઘવાયેલા વ્યક્તિઓને સારવાર અર્થે ખેડા હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યારે મોપેડ ચાલકને વધુ ઇજા પહોંચી હોવાથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં મોપેડ ચાલક હેમંત રાવજીભાઇ પટેલનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.