ઝાલોદ ની શ્યામવિહાર સોસાયટી મા ઘર આગળ પાર્ક કરેલી મોટર સાયકલ ની ચોરી.

સિંધુ ઉદય

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરની શ્યામવિહાર સોસાયટીમાં ત્રાટકેલી બાઈક ચોર ટોળકી એક મકાન આગળ લોક મારી પાર્ક કરેલ રૂા. ૪૫૦૦૦ની કિંમતની મોટર સાયકલ ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.ફતેપુરા તાલુકાના ખાતરપુરના મુવાડા ગામે ડામોર ફળિયામાં રહેતા અરવીંદભાઈ વીરજીભાઈ ડામોર પોતાની રૂા. ૪૫૦૦૦ની કિંમતની જીજે-૨૦ એ.એન-૦૩૯૬ નંબરની હીરો કંપનીની મોટર સાયકલ તા. ૧૭-૬-૨૦૨૩ના રોજ રાતના સમયે સ્ટેરીંગ લોક મારી ઝાલોદ શ્યામ વિહાર સોસાયટીમાં પાર્ક કરી હતી તે મોટર સાયકલ રાતના સમયે બાઈકચોર ટોળકી ચોરીને લઈ ગઈ હતી.આ સંબંધે ખાતરપુરના મુવાડા ગામે રહેતા અરવીંદભાઈ વીરજીભાઈ ડામોરે નોંધાવેલી ફરિયાદને આધારે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: