આદિપુરુષ ફિલ્મ પર પ્રતિબંધની માગ,ડાકોરના સાધુ સંતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
આદિપુરુષ ફિલ્મ પર પ્રતિબંધની માગ,ડાકોરના સાધુ સંતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર તાજેતરમાં જ બનાવવામાં આવેલી ‘આદિપુરુષ’ નામની જે મુવી છે તે મુવીના વિરોધમાં આજે ડાકોરના સાધુ, સંતો અને યુવાનો દ્વારા ઠાસરા પ્રાંત અધિકારીની કચેરીમાં આવેદનપત્ર આપવામા આવ્યું છે. ઠાસરા પ્રાંતને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે, હાલમાં આદીપુરૂષ નામની એક ફીલ્મ બનાવવામાં આવી છે. જેનાથી હિન્દુ સાંસ્કૃતિના દેવી- દેવતાઓની થયેલ અસભ્ય ટિપ્પણીઓના કારણે હિન્દુઓની લાગણી દુભાય છે. આ એક હિન્દુ સમાજને ઉશ્કેરવા માટેનો સીધો પ્રયત્ન કરેલ છે. હિન્દુ સમાજ તેમની આસ્થા અને લાગણી દુભાવનારને સાંખી નહીં લે. ભગવાન શ્રીરામ અને શ્રી હનુમાનજી હિન્દુઓના આરાધ્ય દેવ છે. અને તેઓની છબીપાત્ર આ ફીલ્મમાં નીચી દેખાડવાના રીતસર પ્રયત્ન થયેલ છે. જેથી હિન્દુ સમાજ આવી ફીલ્મો બનાવનાર કેન્દ્ર સરકાર દ્વારા કડક પગલા ભરી ફીલ્મને પાસ કરનાર સેન્સર બોર્ડના ચેરમેનના સભ્યો ઉપર પણ પગલા ભરે તેવી માંગ કરી છે. આ ઉપરાંત આદિપુરૂષ નામની ફીલ્મની સોશિયલ મીડિયા તેમજ થીયેટરમાં વાયરલ તેમજ રીલીઝ થયેલ હોય તે પરત ખેંચી લેવડાવા માંગ કરી છે.


