નડિયાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા લોક ફરિયાદ નિવારણ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા લોક ફરિયાદ નિવારણ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો ખેડા જિલ્લા કલેકટર કે.એલ. બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા લોક ફરિયાદ નિવારણ – જિલ્લા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના વિવિધ અરજદારો દ્વારા કુલ ૧૧ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણીએ ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્નો સાંભળી સંબધિત અધિકારી દ્વારા આ પ્રશ્નોના અનુસંધાને કરવામાં આવેલી કામગીરીની રજૂઆત સાંભળી હતી અને પ્રશ્નોના ઉચિત નિકાલ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.જિલ્લા લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં દબાણ દૂર કરવા, ડામર રોડનું બાકી કામ પુર્ણ કરવા, પાકો રસ્તો બનાવવા, રસ્તાના નિકાલ માટે, બસ સ્ટોપ પુન: શરૂ કરવા, નવીન બોર માટે જરૂરી સુવિધા પુરી પાડવા, ક્ષેત્રફળના તફાવત અંગે ક્ષતિ સુધારો કરવા અને તળાવ સફાઈ બાબત જેવા કુલ ૧૧ પ્રશ્નોની રજૂઆત સાંભળી ઉચિત કાર્યવાહી દ્વારા સમયસર આ ફરિયાદોનો નિકાલ લાવવા કલેક્ટર દ્વારા સૂચનો કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયેલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેક્ટર બી. એસ. પટેલ સહિત સંબધિત વિભાગના અધિકારીઓ અને અરજદારો હાજર રહ્યા હતા.


