દાહોદ જિલ્લાના ખેડુતો સાથે સરકારે અન્યાય કર્યા હોવાના આક્ષેપો સાથે રેલી કાઢી આવેદન પત્ર આપ્યું.
નીલ ડોડીયાર
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લાના ખેડુતો સાથે સરકારે અન્યાય કર્યા હોવાના આક્ષેપો સાથે આજરોજ દાહોદ જિલ્લામાં ખેડુતોએ રેલી કાઢી દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યાં હતાં અને જ્યાં ખેડુતઓએ જિલ્લાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારની નિતી રિતીનો ભારે વિરોધ કર્યાે હતો.દાહોદ જિલ્લાના ૨૧ હજાર ખેડૂતોએ જંગળની જમીન મેળવવાના દાવાઓ કરવામાં આવ્યા હતા અને એમાંથી ૫ હજાર જેટલા દાવાપત્રો આપવામાં આવ્યા છે અને ૧૫ હજારથી વધુના દાવાઓ ના મંજુર છે પેન્ડિગ છે અને ૨૪ ટકા જેટલા દાવાઓ મંજુર કરીને ગણ્યા ગાંઠ્યાં જેટલી ઘૂંઠામાં જમીન અપાઈ છે તેને લઈને ૨ હજારથી વધુ ખેડૂતોએ ભેગા મળી કલેક્ટર કચેરી બહાર જંગળની જમીનના અધિકારને લઈને ભારે વિરોધ દર્શાવ્યો હતો અને તે બાદ જિલ્લા સેવા સદન કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે ગયા હતા જ્યાં નાયબ કલેક્ટર એ. બી. પાંડોરને આવેદન તારીખ ૨૨ મી જૂનના રોજ આપી રજૂઆતો કરી હતી અને તે બાદ નાયબ કલેકટર દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યો હતું. ખેડુતોએ પોતાના હક્કો માટે મોટી સંખ્યામાં ખેડુતો હાજર રહ્યાં હતાં. ખેડુતોએ રેલી કાઢી હતી અને કલેક્ટર કચેરીએ પહોંચ્યાં હતાં. દાહોદ જિલ્લામાં જળ, જંગલ અને જમીનની માંગોને લઈ ખેડુતોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ખેડુતોના હક્ક માટે સરકારે કોઈ કાર્યવાહી કરી ન હોવાના આક્ષેપો ખેડુતો દ્વારા કરવામાં આવ્યાં હતાં. સરકારે કરેલા વાયદાઓ પુર્ણ ન કર્યા હોવાના આક્ષેપો પણ દાહોદ જિલ્લાના ખેડુતોએ કર્યા હતાં. વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ હેઠળ જમીન આપવાની ખેડુતોએ માંગ કરી હતી.—————–