પરીણીતાને પિયરમાંથી તેડી ન જતાં  પતિ, સાસુ અને સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

પરીણીતાને પિયરમાંથી તેડી ન જતાં  પતિ, સાસુ અને સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી મહેમદાવાદના મોદજ ગામની ૨૬ વર્ષિય પરીણીતાને અધુરા મહીને દિકરીનો જન્મ થયો અને થોડા દિવસોમાં દિકરી ગુજરી ગયા બાદ પરીણીતાને પિયરમાંથી તેડી ન જતાં  પરીણીતાએ પોતાના પતિ, સાસુ અને સસરા સામે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહેમદાવાદ તાલુકાના મોદજ ગામે રહેતી ૨૬ વર્ષિય પરીણીતાના આઠ વર્ષ અગાઉ લગ્ન થયા હતાં. ૫ વર્ષ સુધી પતિ સહિતના સાસરીયાઓએ તેણીની સાથે સારી રીતે વર્તન વ્યવહાર રાખ્યો હતો. તેણીને સારા દિવસો રહેતાં ગર્ભવતી બની હતી. આઠ માસનો ગર્ભ હોવા છતાં સાસરીના લોકો તેણીને મજુરી કામ કરવા મજબૂર કરતાં હતાં. છેવટે તે કંટાળીને પોતાના પિતાને જાણ કરી પોતાના પિયરમાં આવી ગઈ હતી. અને અધુરા માસે તેણીની પ્રસુતિ થતાં તેણીએ એક દિકરીને જન્મ આપ્યો હતો.જોકે  દિકરી ૫ દિવસમાં ગુજરી ગઈ હતી. ત્યારબાદ  પતિ કે સાસુ, સસરા કોઈ પરીણીતાની ખબર અંતર પુછવા ન આવાતા અને પતિ પણ તેડવા ન આવતાં અવારનવાર પરીણીતા તેડી જવા કહેતી પણ પતિ  કહેતો કે મારે તને રાખવી નથી, તું અહીંયાં આવી છુ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આથી  સમગ્ર મામલે પરીણીતાએ ન્યાય મેળવવા મહેમદાવાદ પોલીસનો સહારો લીધો છે અને પોલીસમાં પોતાના પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: