માતર તાલુકા પ્રાથમિક શિક્ષણ મહિલા અધિકારી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા.

માતર તાલુકા પ્રાથમિક શિક્ષણ મહિલા અધિકારી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા માતર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એક શિક્ષકના પગારની ફાઈલ અભિપ્રાય આપી જિલ્લાએ મોકલવાના બદલામાં રૂપિયા ૫ હજારની લાંચ લેતા નડિયાદ એસીબીના હાથે ઝડપાઇ ગયા.  નડિયાદમાં મીશન રોડ પરના સરકારી ક્વાર્ટરમાં રહેતા અને મુળ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મેહરુ ગામના કોમલબેન રમણભાઇ કોટડ માતર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ટીપીઓ તરીકે ફરજ બજાવે છે. માતર તાલુકાની શાળામાં ફરજ બજાવતા શિક્ષકે તૃતીય ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે અરજી કરી હતી. જોકે  દસ્તાવેજી પુરાવા તેમજ અરજીમાં કવેરી આવતા શિક્ષકે ટીપીઓ કોમલબેનનો સંપર્ક સાંધ્યો હતો. શિક્ષકને મળવાપાત્ર તૃતિય ઉચ્ચતર પગાર ધોરણના લાભ બાબતે સેવાપોથીની ક્વેરી સોલ્વ કરી  તૃતિય ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલ આગળની સંલગ્ન કચેરી ખાતે મંજુર  માટે મોકલી આપવા માટે કોમલબેને વ્યવહારની માંગણી કરી હતી.  જોકે શિક્ષક કોમલબેનની માંગણીને પૂરી કરવા તૈયાર ન હતા જેથી તેમણે નડિયાદ  એસીબી કચેરીનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી. શુક્રવારે એસીબીએ માતર ટીપીઓ કચેરીમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ છટકામાં કોમલબેન રૂપિયા ૫ હજારની લાંચ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. નડિયાદ એસીબી કચેરીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!