ટ્રોલી સાથેના ટ્રેકટરે એક મોટર સાયકલને જાસભેર ટક્કર મારી નાસી જતાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં મોટર સાયકલ ચાલકને
દાહોદ, તા.ર૩
લીમખેડા તાલુકાના બાર ગામે ટ્રોલી સાથેના ટ્રેકટરે એક મોટર સાયકલને જાસભેર ટક્કર મારી નાસી જતાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં મોટર સાયકલ ચાલકને ઇજાઓ થયાનું જાણવા મળેલ છે.
એક ટ્રેકટર ચાલક તેના કબજાનું ટ્રોલી સાથેનું ટ્રેકટર ગતરોજ પુરઝડપે ગફલરભરી રીતે હંકારી લઇજઇ બાર ગામે રોડ પર સામેથી આવતી મોટર સાયકલને જાસભેર ટક્કર મારી પોતાના કબજાનું ટ્રેકટર લઇનાસી જતાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં મોટર સાયકલ ચાલકને રાઇગામના ધાણકીયા ફળીયાના નવલસીંગભાઇ શંકરભાઇ ધાણકીયા મોટર સાયકલ સાથે રોડ પર પટકાતાં તેના જમણા પગે ઢીંચણથી ઉપરના ભાગે તથા ડાબા ખભે તેમજ શરીરે ઇજાઓ થવાપામી હતી.
આ સંબંધે રતનસીંગ બચુભાઇ ધાણકીયાએ લીમખેડા પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે,