ઘર ફોડ ચોરીના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપી ઝડપાયો.

અજય સાંસી

ઘર ફોડ ચોરીના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગરબાડા તાલુકાની જેસાવાડા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.બોટાદ જિલ્લામાં ઘરફોડ ચોરીને અંજામ આપી નાસતો ફરતો આરોપી પંકેશભાઈ મથુરભાઈ માવી (રહે. વડવા, માવી ફળિયા, તા. ગરબાડા, જિ, દાહોદ) પોતાના ઘરે હોવાની બાતમી ગરબાડાની જેસાવાડા પોલીસને મળી હતી અને ગતરોજ જેસાવાડા પોલીસે ઉપરોક્ત આરોપીના ઘરે ધામા નાખી ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેસાવાડા પોલીસે આ સંબંધે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!