ફતેપુરા પોલીસની સરાહનીય કામગીરીસમી પાટણ થી સુરત અને ત્યાંથી ફતેપુરા સામાન્ય અસ્થિર મગજની પાંચ બાળકો સાથે આવી.

પ્રવીણ કલાલ

ફતેપુરા પોલીસની સરાહનીય કામગીરીસમી પાટણ થી સુરત અને ત્યાંથી ફતેપુરા સામાન્ય અસ્થિર મગજની પાંચ બાળકો સાથે આવી પહોંચેલી માતા,ફતેપુરા પીએસઆઇ જીકે ભરવાડ સી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાત્રિના બસ સ્ટેશન ઉપર અજાણી મહિલા બાળકો સાથે દુઃખદ સ્થિતિમાં જણાતા તેની પૂછપરછ કરતા પાંચ બાળકોની માતા પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામના વતની જાણવા મળતા તેઓની માનસિક અસ્થિર બીમારી હોય તેઓ બાળકોના કપડા ખરીદવા પોતાના ઘરેથી નીકળેલ અને ત્યારબાદ રસ્તો ભૂલી જતા બસ મારફતે બાબરી થી સુરત અને સુરત થી ફતેપુરા આવી પહોંચેલ હતા પોલીસે પહેલા તો તેઓને જમવા સુવાની વ્યવસ્થા કરી આપેલ હતી અને વધુ માહિતી આધારે પોલીસે ટેકનિકલ સ્ટોર્સના માધ્યમથી મહિલાના પરિવાર સુધી પહોંચી ખાતરી કરી પરિવારને શોધી કાઢી બાળકો અને માતાને તેના પતિને સોંપી બાળકો અને મહિલા પ્રત્યેનું સંવેદનાનું ઉદાહરણ પૂરું પાડી સરાહનીય કામગીરી કરેલ છે તે એક પીએસઆઈ ભરવાડ ની બિરદાવવા લાયક કામગીરી જણાઈ આવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!