રાજ્ય કારોબારી બેઠકમાં શિક્ષકોનાં પડતર પ્રશ્નોની ધારદાર રજૂઆત કરવામાં આવી.
રમેશ પટેલ
રાજ્ય કારોબારી બેઠકમાં શિક્ષકોનાં પડતર પ્રશ્નોની ધારદાર રજૂઆત કરવામાં આવી.આજરોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત આયોજિત રાજ્ય કારોબારી બેઠક અમદાવાદ મુકામે યોજાઈ ગઈ.જેમાં દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની જિલ્લા ટીમ દ્વારા શિક્ષકોનાં નીચે મુજબના વિવિધ પડતર પ્રશ્નોની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.* 1/4/2005 પહેલાના કર્મચારીઓ માટે GPF નાં ઠરાવનો તાત્કાલિક ધોરણે અમલ કરવા બાબત.* જ્ઞાનસેતુ પરીક્ષામાં મેરીટમાં આવનાર તમામ બાળકોને સરખી શિષ્યવૃત્તિ મળવા બાબત.* પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની નવી ભરતી નાં થાય ત્યાં સુધી પ્રાથમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવા બાબત.* ઉચ્ચતર પગાર ધોરણ મંજૂરીની ગ્રાન્ટ સત્વરે રાજ્યકક્ષાએથી ફાળવવા બાબત.* ચિત્રકૂટ એવોર્ડ જેવો જ એવોર્ડ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી આપવા બાબત.* દાહોદ જિલ્લામાં દરેક TPEO કચેરીમાં ક્લાર્કની નિમણુક કરવા બાબત.* કલા મહાકુંભમાં ધોરણ – 1 થી 5 માટે અલગ વિભાગ રાખવા બાબત.* ખેલ મહાકુંભમાં અંડર -9 વિભાગ પુનઃ દાખલ કરવા બાબત.* જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં સ્ટેશનરી સત્વરે મળે તે માટે જિલ્લા કક્ષાએ સૂચના કરવા બાબત.* ધોરણ – 1 થી 8 ની પ્રાથમિક શાળાઓમાં વહીવટી કામગીરી માટે અલગ ક્લાર્કની નિમણુક કરવા બાબત.* દાહોદ જિલ્લાના દરેક CRC કેન્દ્રોને પગાર કેન્દ્ર તરીકેનો દરજ્જો આપવા બાબત.આમ,દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા આજરોજ યોજાયેલ રાજ્ય કારોબારી બેઠકમાં પડતર પ્રશ્નોની સંગઠનનાં લેટર પેડ પર ધારદાર રજૂઆત કરવામાં આવી.