ખેડા જિલ્લાનું ફરતું પશુ દવાખાનું ૧૯૬૨ની સેવા પશુધનના માલિકો માટે વરદાન રૂપ સાબિત થઇ.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
ખેડા જિલ્લાનું ફરતું પશુ દવાખાનું ૧૯૬૨ની સેવા પશુધનના માલિકો માટે વરદાન રૂપ સાબિત થઇખેડા જિલ્લામાં EMRI ગ્રીન Sindh સર્વિસ અને ગુજરાત પશુ પાલન વિભાગના સંકલન થકી ત્રણ વર્ષ અગાઉ સાત ફરતા પશુ દવાખાના (MVD) કાર્યરત કરવામાં આવ્યા હતા. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના રસુલપુર (પડલ) ગામમાં ચાલતી ૧૯૬૨ની સેવા પશુધન માટે વરદાન રૂપ સાબિત થઇ. રસુલપુર ગામ ખાતે પશુ માલિક રવજીભાઈ ભરવાડ તેમનું નાનકડું વાછરડું જે છેલ્લા ૧ દિવસથી આફરો ચડ્યો હોવાથી આરોટવા માંડતું હતું. ડો.નીલ પટેલ અને વિષ્ણુભાઈ ભોઈની ભારે જેહમત બાદ ગાયના વાછરડાનો જરૂરી દવા પીવડાવી જીવ બચાવવામાં આવ્યો હતો.આ ૩ વર્ષના સમય દરમિયાન કુલ મળીને ૭૦૪૨૪ પશુની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી જેમાં જુદા જુદા સ્થળોએ મુલાકાત કરી ૧૦ ગામના સિડ્યૂલ દરમિયાન ૬૩૬૧૦ કેસ અને ઈમરજન્સીના કોલમાં ૬૮૧૪ કેસમાં કાર્યવાહી કરી સમયસર પશુઓને સારવાર પુરી પાડવામાં આવી હતી. ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકામાં મોંગરોલી, માતર તાલુકામાં વિરોજા, મહેમદાવાદ તાલુકામાં મોદજ, ઠાસરા તાલુકામાં નેસ, કઠલાલમાં લાડવેલ, ગળતેશ્વરમાં ટીમ્બાના મુવાડા અને મેનપુરા સહીત કુલ મળીને ૦૭ ફરતા પશુ દવાખાનાની ટીમો કાર્યરત છે.