નડિયાદના પીજ ભાગોળ વિસ્તારમાં રોડ પરના મકાનનું છજુ પડતાં નાસભાગ મચી ગઇ.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદના પીજ ભાગોળ વિસ્તારમાં રોડ પરના મકાનનું છજુ પડતાં નાસભાગ મચી ગઇ નડિયાદ શહેરમાં ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા જર્જરિત મકાન માલિકોને નોટિસ આપવામાં આવતી નડિયાદમા આ વર્ષે ૫૦ થી વધુ જર્જરિત મકાનોને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી પરંતુ જર્જરિત મકાનો ઉતરવામાં ન આવ્યા. નડિયાદ શહેરના પીજ ભાગોળ વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં જ રોડ પરના મકાનનું છજુ પડ્યુ હતુ. છજુ પડ્યુ તે સમયે સદનસીબે વાહનચાલક કે રાહદારી નીચે થી પસાર થતો ન હોવાથી મોટી દુર્ધટના ટળી હતી. પીજ ભાગોળ થી વર્ગો કોમ્પલેક્ષ જવાનો મુખ્ય રસ્તા પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે. જો કોઇ પસાર થતા સમયે આ છજુ તૂટ્યું હોત તો મોટી જાનહાની થવાની શક્યતા હતી. ત્યારે છજાનો કાટમાળ રોડ પર પડતા થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.


