દાહોદ જિલ્લાના ગરબાડા ભાભોર ફળિયા તેજાજી મંદીરની સામેથી એક જ રાતમાં ત્રણ મોટર સાયકલ ચોરાઈ.

દાહોદ તા.૨૭

વનરાજ ભુરીયા ગરબાડા

દાહોદ જિલ્લાના ગરબાડા ભાભોર ફળિયા તેજાજી મંદીરની સામેથી એક જ રાતમાં ત્રણ મોટર સાયકલ ચોરાયાનું જાણવા મળ્યું છે.

ગત તા. ૨૨-૬-૨૦૨૩ના રોજ રાતે ગરબાડા નગરના ભાભોર ફળિયામાં ત્રાટકેલી બાઈકચોર ટોળકીએ તેજાજી મંદીરની સામે લોક મારીને પાર્ક કરેલ તેજાજી મંદીરની સામે રહેતા વજસી ભીખાભાઈ આંબલીયા(આહીર)ની રૂપિયા ૩૫૦૦૦ની કિંમતની જીજે-૦૬ એલ.પી-૩૧૧૬ નંબરની યામાહા મોટર સાયકલ, નયનભાઈની જીજે-૨૦ એમ-૫૫૮૨ નંબરની હીરોહોન્ડા પેશન પ્રો. મોટર સાયકલ તથા અજયભાઈની રૂા. ૧૫૦૦૦ની કિંમતની જીજે-૨૦ એ.એફ-૭૦૩૦ નંબરની મોટર સાયકલ મળી ત્રણ મોટર સાયકલોના લોક તોડી કે ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી મોટર સાયકલનો ચોરીને લઈ ગયા હતા.આ સંબંધે ગરબાડા, ભાભોર ફળિયા, તેજાજી મંદીરની સામે રહેતા વજસી ભીખાભાઈ આંબલીયા(આહીર)એ નોંધાવેલ ફરિયાદને આધારે ગરબાડા પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: