હિમાલા ગામના ૮ વર્ષીય વિદ્યાર્થીનું અગમ્ય કારણોસર સુતેલ હાલતમાં જ મોત નિપજતાં આશ્રમ શાળાના સંચાલક સહીતનો સ્ટાફ દોડતો થયો.
નીલ ડોડીયાર
દાહોદ તા.૨૮
દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે ઝેર ફળિયામાં આવેલ આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતા હિમાલા ગામના ૮ વર્ષીય વિદ્યાર્થીનું અગમ્ય કારણોસર સુતેલ હાલતમાં જ મોત નિપજતાં આશ્રમ શાળાના સંચાલક સહીતનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો.
દાહોદ તાલુકાના હિમાલા ગામના ખાંડીવાવ ફળીયામાં રહેતા શૈલેષભાઈ મીઠીયાભાઈ બબેરીયાનો છોકરો ૮ વર્ષીય સાહીલભાઈ બબેરીયા દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે ઝેર ફવિયામાં આવેલ આશ્રમ શાળામાં રહીને અભ્યોસ કરતો હોઈ તે પરમ દિવસ તા. ૨૬-૬-૨૦૨૩ના રોજ રાતે નવ વાગ્યાના સુમારે સઈ ગયો હતો અને સવારે છ વાગ્યે તેને જગાડવાનો પ્રયાસ કર્યો હતો છતાં તે ન જાગતા તેને તાત્કાલીક નજીકના દવાખાને લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ સંબંધે મરણજનાર હિમાલા ગામના ખાંડીવાવ ફળિયાના સાહીલભાઈ બબેરીયાના પિતા શૈલેષભાઈ મીઠીયાભાઈ બબેરીયાએ દાહોદ તાલુકા પોલિસ સ્ટેશને જાણ કરતાં પોલિસે આ સંદર્ભે સી.આર.પી.સી. ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.