લગ્ન બાદ એક માસ સારૂ રાખ્યા બાદ દહેજ લોભી પતિ તેમજ સાસરીયા દ્વારા પિતાના ઘરેથી રોકડા રૂપિયા અને સોનાના ઘરેણા લાવવા દબાણ.
સિંધુ ઉદય
દાહોદ તા.૨૮ લગ્ન બાદ એક માસ સારૂ રાખ્યા બાદ દહેજ લોભી પતિ તેમજ સાસરીયા દ્વારા પિતાના ઘરેથી રોકડા રૂપિયા અને સોનાના ઘરેણા લાવવા દબાણ કરી છેલ્લા સાતેક માસથી અવાર નવાર શારીરીક અને માનસીક ત્રાસ ગુજારી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકતા પતિ તથા સાસરીયાના ત્રાસથી વાજ આવેલ દાહોદ તાલુકાના કતવારા ગામની ૨૧ વર્ષીય મુસ્લીમ પરણીતાએ ન્યાય માટે દાહોદ મહિલા પોલિસ સ્ટેશનના દરવાજા ખટખટાવ્યાનું જાણવા મળ્યું છે.ઝાલોદ કસ્બામાં રહેતી ૨૧ વર્ષીય રાહીનબીબી અનસાદભાઈ કાનુગાના નિકાહ તા. ૧૪-૧૧-૨૦૨૨ના રોજ તેમના મુસ્લીમ સમાજના રીતરિવાજ મુજબ કતવારા બેન્ક ઓફ બરોડાની પાછળ રહેતા કલીમુદ્દીન તાજુદ્દીન શેખ સાથે થયા હતા. રાહીનબીબીને લગ્ન બાદ સાસરીમાં એક માસ સુધી સૌએ સારૂ રાખ્યું હતું અને ત્યારબાદ તેના પતિ કલીમુદ્દીન તાજુદ્દીન શેખ, સસરા તાજુદ્દીન જાઉદ્દીન શેખ, સાસુ મકસુદાબેન તાજુદ્દીન શેખ, જેઠ એજાજુદ્દીન તાજુદ્દીન શેખ, જેઠાણી સોનમબેન એજાજુદ્દીન શેખ તથા નણંદ તસ્લીમબેન તાજુદ્દીન શેખ એમ સૌનું પોત પ્રકાશ્યું હતું અને પતિ કલીમુદ્દીનને રાહીનબીબીને તારા મા-બાપના ઘરેથી તું દહેજમાં કાંઈ લાવી નથી જેથી તું તારા પિતાના ઘરેથી રોકડા રૂપિયા અને સોનાના ઘરેણાં લઈ આવ. તેમ કહી તેમજ રાહીનબીબીને બે વાર ઓપરેશન થયેલ હોવાથી પતિએ રાખવાની ના પાડી તેની સાથે કોઈ સંબંધ રાખવાની ના પાડી તેના પિતા-માતા, ભાઈ-ભાભી તથા બહેનની ચઢામણીથી રાહીનબીબીને તારા પિતાના ઘરેતી રૂપિયા બે લાખ લાવી આપ તો જ હું તને ઘરમાં રાખીશ તેવી ધમકીઓ આપી ઘરમાંથી કાઢી મૂક્યા બાદ તેણીને ફરીવાવ ઘરે લાવવાની ના પાડી શારીરીક અને માનસીક ત્રાસ ગુજારાતા સતત સાત માસથી ગુજારાતા ત્રાસથી વાજ આવી રાહીનબીબીએ પોતાના પતિ, સસરા, સાસુ, જેઠ, જેઠાણી, નણંદ વિરૂધ્ધ દાહોદ મહિલા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ઈપિકો કલમ ૪૯૮(ક), ૫૦૪, ૫૦૬, ૧૧૪ તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ ૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.