૫૫ વર્ષીય શ્રમીક આકસ્મીક રીતે બીજા માળેથી નીચે પટકાતાં તેનું ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સિંધુ ઉદય
દાહોદ તા.૨૮ દાહોદના જુના ઈન્દૌર રોડ, રઘુનંદન સોસાયટીમાં નવા બનેલા બે માળના મકાનના ચણતર કામ કરી રહેલ ૫૫ વર્ષીય શ્રમીક આકસ્મીક રીતે બીજા માળેથી નીચે પટકાતાં તેનું દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.દાહોદ શહેરના જુના ઈંન્દોર રોડ પર આવેલ રઘુનંદન સોસાયટીમાં પરમ દિવસ તા. ૨૬-૬-૨૦૨૩ના રોજ બપોરના સાડા બાર વાગ્યાના સુપમારે દાહોદ તાલુકાના દેલસર ગામના ડુંગરા ફળિયામાં રહેતા ૫૫ વર્ષીય દલસીંગભાઈ માનસીંગભાઈ મહિડા બે માળના મકાનનું ચણતર કામ કરતી વખતે અકસ્માતે બીજા માળેથી નીચે પડી જતાં તેને માથાના ભાગે, તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.આ સંબંધે મરણજનાર દલસીંગભાઈ મહિડાના પુત્ર સનાભાઈ દલસીંગભાઈ મહિડાએ દાહોદ એ ડીવીઝન પોલિસ સ્ટેશને જાણ કરતાં એ ડિવિઝન પોલિસે આ મામલે સી.આર.પી.સી. ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.