ફતેપુરા તાલુકાના પાટી ખાતે એકલ વિદ્યાલયના આચાર્ય ભાઈ-બહેનોનો માસિક અભ્યાસ વર્ગ યોજાયો.

શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના પાટી ખાતે એકલ વિદ્યાલયના આચાર્ય ભાઈ-બહેનોનો માસિક અભ્યાસ વર્ગ યોજાયો મોટા નટવા સંચના 30 જેટલા એકલ વિદ્યાલયોના 30 આચાર્ય ભાઈ-બહેનો બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. ફતેપુરા તાલુકાના પાટી મુકામે એકલ વિદ્યાલયના આચાર્ય મિત્રોનો માસિક અભ્યાસ વર્ગ યોજાઇ ગયો. ફતેપુરા તાલુકાના મોટા નટવા સંચમાં 30 જેટલા એકલ વિદ્યાલયો ચાલે છે. જેમાં આ વિદ્યાલયોમાં 30 આચાર્ય ભાઈ-બહેનો પોતાના વિદ્યાલયમાં આવનાર બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનુ ભગીરથ અને પુણ્ય કાર્ય કરી રહ્યા છે.બાળકોને શિક્ષણની સાથે-સાથે પ્રાર્થના,વડીલોનો આદર કરવો,મા-બાપ અને ગુરુજીને પગે લાગવું,વ્યસન અને ફેશનથી દૂર રહેવું, હંમેશા સાચું બોલવું,ચોરી કરવી નહિ, પ્રમાણિક જીવન જીવવું જેવા સંસ્કારના પાઠ શીખવામાં આવે છે. અને આવા આચાર્ય મિત્રોનો એક દિવસીય માસિક અભ્યાસ વર્ગ તારીખ 28/6 /2023 ના રોજ પાર્ટી ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં સંચના આચાર્ય લાલાભાઇ મુકેશભાઈ નિનામા તથા કટારા ગુરુજી ઉપસ્થિત રહીને તમામ આચાર્યોને પોતાના વિદ્યાલયમાં આવનાર બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર આપવા માટે આહવાન કર્યું હતું તથા પોષણવાટીકા,આરોગ્ય યોગ,પંચમુખી શિક્ષા જેવી બાબતોની ચર્ચા કરી તમામ આચાર્યોને સુંદર રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!