પુસરી ગામે ફાઈનાન્સ કંપનીના કર્મચારીને લુંટી લેવાના બનાવ બાદ એક્શનમાં આવેલ પોલીસે મુખ્ય સુત્રધાર સહિત ચારને ઝડપી પાડ્યા : રૂ.૧,૩૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત

અજય બારીઆ

દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓને લુંટી લેવાના બનાવોમાં બનવા પામ્યા હતા. આ ગુન્હાહીત પ્રવૃતિને અટકાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જાયસર દ્વારા એક્શન પ્લાન બનાવી તેઓના સુચનો તેમજ માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી નાખવા જિલ્લામાં કોમ્બીંગ હાથ ધર્યું હતુ. આ સમયે દાહોદ એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે, પુસરી ગામેથી રૂ.૧,૨૨,૦૦૦ ની રોકડ સાથે ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓને લુંટી લેનાર મુખ્ય સુત્રધાર સહિત ચાર જણા ગરબાડા ચોકડી નજીક ઉભા હોવાની બાતમી મળતાં પોલીસે તાબડતોડ એક્શન પ્લાન બનાવી ચારેય લુંટારૂઓને રૂ.૯૫,૭૦૦ની રોકડ રકમ સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળે છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર, ચાર પૈકી એક આરોપી ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો અને જેને નોકરીમાંથી છુટો કરી દેવામાં આવ્યો હતો, જેઓ દાહોદ નજીકમાં આવેલ કયા ગામોમાં કેટલા લોનના હપ્તાની ચુકવણી ક્યા વારે અને કયા સમયે થતી હોવાથી સંપુર્ણ માહિતીથી વાકેફ હોય આ આરોપી પોતાના સાગરીતોની મદદથી ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓને નિશાન બનાવતો હોવાનું સામે આવતાં જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
“ઘર કા ભેદી લંકા ઢાયે” કહેવત આજે સાચી પડી છે. દાહોદ જિલ્લામાં કેટલાક દિવસોથી લુંટારૂઓએ જાણે માત્ર ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓને નિશાન બનાવી પોલીસ સહિત ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓની ઉંઘ હરામ કરી નાંખી હતી. એક પછી એક ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓને નિશાન બનાવતા પોલીસને પણ કોઈ જાણભેદુ હોવાની શંકા ગઈ હતી. પોલીસે આ આ ઘટનાઓને ગંભીરતાથી જુદી જુદી ટીમો બનાવી જિલ્લામાં કોમ્બીંગ હાથ ધર્યું હતુ ત્યારે ગતરોજ પોલીસને મળેલ બાતમીના આધારે કેટલાક દિવસો પુર્વે પુસરી ગામે બે ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓને રૂ.૧,૨૨,૦૦૦ ની રોકડ સાથે લુંટી લેવાના બનાવમાં સંડોવાયેલ ચાર ઈસમો ગરબાડા ચોકડી આશારામ આશ્રમ નજીક ઉભા હોવાની માહિતી મળતા પોલીસે એલર્ટ બની હતી અને સ્થળ પર વોચ ગોઠવી ચારેય જણાને ઝડપી પાડ્યા હતા. પુછપરછમાં ચારેય પોતાના નામ સુનીલભાઈ ઉર્ફે ગારી નિનામા (રહે. મોટી ખરજ, થાનથકી ફળિયુ,તા.જી.દાહોદ), મયુરકુમાર રમેશભાઈ પલાસ, (મોટી ખરજ), પપ્પુ પાંગળાભાઈ માવી, (બોરખેડા,તા.દાહોદ) અને વિનોદભાઈ પારૂભાઈ પરમાર (રહે.મોટી ખરજ) નાઓ હોવાનુ જણાવ્યું હતુ. પોલીસે આ ચારેયની અંગઝડતી કરતાં રોકડા રૂ.૯૫,૭૦૦ તથા એક મોટરસાઈકલ મળી કુલ રૂ.૧,૩૫,૦૦૦નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યાે હતો.
ચારે પૈકી પપ્પુ પાંગળાભાઈ માવી અગાઉ ભારત ફાઈનાન્સ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો અને અગમ્યકારણોસર તેને કંપની દ્વારા ફરજ પરથી છુટો કરી દેવામાં આવ્યો હતો. આ પપ્પુને ફાઈનાન્સ કંપની થકી કયા ગામોમાં કેટલા લોનના હપ્તાની ચુકવણી કયા વારે અને કયા સમયે થતી હોવાની સંપુર્ણ માહિતીથી વાકેફ હતો જેથી ઉપરોક્ત બીજા ત્રણ આરોપીઓ સાથે આગોતરૂ કાવતરૂ રચી આયોજનબધ્ધ રેકી કરી તેના સાગરીટોને ટીપ આપી બોલાવી મોટરસાઈકનો ઉપયોગ ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓને લુંટી લેવાનો અંજામ આપતાં હતા.
———————————————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: