આગાવાડા ગામની ૧૫ વર્ષીય સગીરાનું પત્ની તરીકે રાખવા તેના જ ગામના યુવાન દ્વારા અપહરણ
દાહોદ
નીલ ડોડીયાર
દાહોદ તાલુકાના આગાવાડા ગામની ૧૫ વર્ષીય સગીરાનું પત્ની તરીકે રાખવા તેના જ ગામના યુવાન અપહરણ કરી લઈ ગયાનું જાણવા મળ્યું છે.આગાવાડા ગામે રહેતો વિક્રમભાઈ કમલેશભાઈ ભાભોર નામનો યુવાન ગત તા. ૧૬-૬-૨૦૨૩ના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે તેના જ ગામના મોટા ફળિયામાં રહેતી ૧૫ વર્ષ ૧ માસ-૧૮ દિવસની ઉંમરની સગીરાને પત્ની તરીકે રાખવા માટે પ્રેમના પાઠ ભણાવી, પટાવી, ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હતો.આ સંબંધે અપહૃત સગીરાના પિતાએ નોંધાવેલ ફરિયાદને આધારે કતવારા પોલિસે આગાવાડા ગામના અપહરણકર્તા વિક્રમભાઈકમલેશભાઈ ભાભોર વિરૂધ્ધ સગીરાના અપહરણનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.