દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણવિદો દ્વારા એસ.વી.એસ સંકુલ-5 ની ચિંતન સમીક્ષા શિબિર શ્રી બી.પી. અગ્રવાલ હાઇસ્કૂલ, લીમડી ખાતે યોજાવામાં આવી.

સિંધુ ઉદય

તારીખ: 01/07/2023, શનિવાર દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણવિદો દ્વારા એસ.વી.એસ સંકુલ-5 ની ચિંતન સમીક્ષા શિબિર શ્રી બી.પી. અગ્રવાલ હાઇસ્કૂલ, લીમડી ખાતે યોજાવામાં આવી.આજ રોજ તારીખ-01/07/2023, શનિવારના રોજ શ્રી બી.પી. અગ્રવાલ હાઇસ્કૂલ, લીમડી ખાતે જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રી સુરેશભાઈ મેડા સાહેબના અધ્યક્ષસ્થાને, ડો.આર.આર. ભોકણ સાહેબ, મદદનીશ નિરીક્ષક શ્રી એસ.એમ. કિશોરી સાહેબ,મદદનીશ નિરીક્ષક શ્રી સંજય પરમાર સાહેબ, શ્રીમાન ભટ્ટ સાહેબ, ઝાલોદ તાલુકા માઘ્યમિક આચાર્ય સંઘના પ્રમુખ શ્રી સુરમલભાઈ મુનિયા સાહેબ તેમજ શાળા વિકાસ સંકુલ-5 ના કન્વીનર શ્રી ગિરીશભાઈ પટેલ સાહેબની હાજરીમાં શાળા વિકાસ સંકુલ-5 ની તમામ શાળાઓના આચાર્યશ્રીઓની એક ચિંતન સમીક્ષા શિબિર યોજાવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું એંકરિંગ યજમાન શાળાના ઉચ્ચતર માઘ્યમિક વિભાગના અંગ્રેજી ભાષા શિક્ષક શ્રી જયેશકુમાર વાઘેલા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં યજમાન શાળામાં ઉપસ્થિત શિક્ષણવિદો તેમજ સંકુલ-5 ના કન્વીનર શ્રી ગિરીશભાઈ પટેલ સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શ્લોક તેમજ પ્રાર્થના પ્રસ્તુત કરવામાં આવી હતી જેમાં શાળાના માઘ્યમિક વિભાગના શિક્ષક શ્રી ચિંતનભાઈ લબાના સાહેબ તેમજ શ્રી સંદીપભાઈ પરમાર સાહેબ દ્વારા સંગીતના સુર પૂરવામાં આવ્યા હતા, ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત સ્વાગત ગીત દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સંકુલ-5 ના કન્વીનર શ્રી ગિરીશભાઈ પટેલ સાહેબ દ્વારા આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તદુપરાંત શિક્ષણવિદોનું પુષ્પગુચ્છ તેમજ સાલથી સ્વાગત તમામ ક્યું. ડી.સી. કન્વીનર આચાર્યશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ચિંતન સમીક્ષા શિબિરમાં સૌ પ્રથમ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સુરેશભાઈ મેડા સાહેબ તેમજ ડો.આર.આર. ભોકણ સાહેબ દ્વારા 30 ટકાથી ઓછું પરિણામ લાવનાર શાળાઓના આચાર્યશ્રી સાથે પરિણામલક્ષી ચર્ચા કરવામાં આવી હતી. શ્રી ભોકન સાહેબ દ્વારા વહીવટી તેમજ શૈક્ષણિક માગૅદશૅન અંગે પ્રશ્નોત્તરી દ્વારા સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ શ્રીમાન ભટ્ટ સાહેબ દ્વારા ગુણોત્સવ- 2.O વિશે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મેડા સાહેબ દ્વારા આપણે આપણી શાળાનું પરિણામ 100 % આવે તે માટે શું કરી શકીએ તેના વિશે માર્ગદર્શન આપી તેના એક્શન પ્લાન વિશે સૌને માહિતી આપી કાર્યરત થવા જણાવ્યું હતું.શાળાના સુપરવાઈઝર તેમજ સમસ્ત શૈક્ષણિક સ્ટાફ પરિવાર, સમસ્ત વહીવટી કર્મચારી મિત્રો તથા સમસ્ત સેવક ભાઈ અને બહેન તથા શાળાના ચોકીદાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં જરૂરી યોગદાન આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!