જેસાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય હિતેશ બારીયા ને વર્ગ ૨ માં પસંદ થતાં વિદાય સાથે સન્માન સમારંભ યોજાયો.
સિંધુ ઉદય
જેસાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય હિતેશ બારીયા ને વર્ગ ૨ માં પસંદ થતાં વિદાય સાથે સન્માન સમારંભ યોજાયો.ગરબાડા તારીખ 1 julyજેસાવાડા પગાર કેન્દ્ર મુખ્ય પ્રાથમિક શાળા ના કાર્યરત નિષ્ઠાવાન એચ ટાટ આચાર્ય હિતેશભાઈ બારીયા નો સન્માન સમારંભ ગરબાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ દલસિહભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને તેમજ ગરબાડા શૈક્ષણિક મહાસંઘ ના અધ્યક્ષ રાજેશભાઈ બારીયા તથા જિલ્લા પ્રતિનિધિ રાજુભાઈ ભુરીયા બી કે ની ગિરીશભાઈ પરમાર ,તાલુકા હેડ માસ્તર નરવતભાઈ ડામોર, ટીચર ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી દાહોદના ચેરમેન લલ્લુભાઈ હઠીલા ,એવોડી ભૂતવડ પ્રાથમિક શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડા, સી.આર.સી કૉ.ઑ. આમલી મુકેશભાઈ ભુરીયા, પૂર્વ સીઆરસી કો.ઓ નેવાભાઈ ડામોર, ચરણસિંહ કટારા, હિરેનભાઈ તથા શાળાના હેડ માસ્ટર મંગળસિંહ બારીયા ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ગરબાડા તાલુકાના એચટાટ આચાર્યશ્રીઓ એસએમસી અધ્યક્ષ શ્રી નરસિંહભાઈ કટારા તાલુકા પંચાયત સદસ્ય ભુરીયા ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી પગાર કેન્દ્ર શાળાઓના આચાર્યો વતી ચાંદીનું ભોર્યું ,સાડી ,સાલ આપી સન્માન કરવામાં આવ્યું, શાળા તરફથી સાડી ,સાલ ,સ્માર્ટ વોચ, વોટર બેગ આપી સન્માન કર્યું .સ્વાગત પ્રવચન ચરણસિંહ કટારાએ કર્યું . પ્રસંગિક પ્રવચન શાળાના સિનિયર શિક્ષક અભેસિંહ ગોહિલ તેમજ અનિલ પટેલ તથા આમંત્રિતોમાંથી એવોડી ટીચર કિરણસિંહ ચાવડા, રાજેશભાઈ બારીયા ,નર્વતભાઈ ડામોર ગીરીશભાઈ પરમાર ,રાજુભાઈ ભુરીયાએ તેમના કાર્યશૈલીને બિરદાવી હતી. અધ્યક્ષ સ્થાનેથી સંઘના પ્રમુખ દલસિહભાઈ પરમાર પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શ્રી હિતેશભાઈ બારીયા સમય પાલન, શિસ્ત ના આગ્રહી, કર્મઠ શિક્ષક હતા.તેમના માટે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આ યુક્તિ સાર્થક કરી હતી .તેઓએ પણ પોતાના પ્રત્યુતરમાં જણાવ્યું કે કામ પ્રત્યે જાગ્રત રહી નિષ્કામ ભાવે કર્મ કરવું જોઈએ આભાર વિધિ વડવા શાળાના સિનિયર શિક્ષક ઈશ્વરભાઈ રાઠોડ એ કરી હતીપ્રકાશિત સાથે