લુણાવાડામાં ધોધમાર વરસાદ એક કલાકમાં ૪ ઈંચ વરસાદ.
સંજય જેસવાલ
લુણાવાડામાં ધોધમાર વરસાદ એક કલાકમાં 4 ઈંચ વરસાદ જળબંબાકારની સ્થિતિ , નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતાં લોકોને ભારે હાલાકી, મહીસાગર જિલ્લામાં આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો છે, મુખ્ય મથક લુણાવાડા ખાતે એક કલાક જેટલા સમયમાં પોણા ચાર ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા લુણાવાડા નગરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે હાલોલ શામળાજી હાઇવે પર ઘુંટણસમા પાણી ભરાયાં હતા જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી સામનો કરવો પડ્યો હતો,જ્યારે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાંઅને જાણે રોડ પર નદીઓ વહેતી હોય તેવો દ્રશ્યો સર્જાયા હતા લુણાવાડામાં વરસેલા વરસાદને કારણે અનેક દુકાનો મોં પાણી ભરાયાં ગયા હતા