ઇસમને અચાનક ઉલ્ટીથતાં તેઓને સારવાર માટે હોસ્પીટલમાં લઇ જતાં જ્યાંતેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું
દાહોદ, તા.ર૩
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે એક ઇસમને અચાનક ઉલ્ટીથતાં તેઓને સારવાર માટે હોસ્પીટલમાં લઇ જતાં જ્યાંતેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું જાણવા મળેલ છે.
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ સારસા તળાઇ ગામના રામસીંગભાઇ બચુભાઇ ભુરીયાને ગતરોજ સવારના આઠેક વાગ્યાના સુમારે પોતાનાજ ઘરે અચાનક તબીયત બગડતાં ઉલ્ટીથતાં તેઓને સારવાર માટે દાહોદની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાહતા જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.
આ સંબંધે ગલાલીવાડ ગામે રહેતા મિનેશભાઇ રામસીંગભાઇ ભુરીયાએ દાહોદ તાલુકા પોલિસ સ્ટેશને જાણ કરતાં પોલિસે આ સંદર્ભે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળ તપાસ હાથ ધરી છે.