ખાન નદી તરફ રમવા ગયેલ ૦૬ વર્ષીય બાળકીનો પગ નદીમાં લપસી જતાં મોત નીપજ્યું.

નીલ ડોડીયાર

દાહોદ તા.૦૨

દાહોદ તાલુકાના બોરખેડા ગામે આવેલ ખાન નદી તરફ રમવા ગયેલ એક ૦૬ વર્ષીય બાળકીનો પગ નદીમાં લપસી જતાં તેમનું મોત નીપજ્યાનું જાણવા મળે છે.

ગત તા.૦૧ જુલાઈના રોજ દાહોદ તાલુકાના બોરખેડા ગામે રાબડીયા ફળિયામાં રહેતાં પ્રકાશભાઈ હુકીયાભાઈ માવીની ૦૬ વર્ષીય બાળકી શિવાનીબેન બોરખેડા ગામે આવે ખાન નદી તરફ રમવા ગઈ હતી ત્યારે રમતા રમતા બાળકીનો પગ લપસતા શિવાનીબેન નદીમાં પડી ગઈ હતી અને નદીના ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં બાળકીનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સ્થાનીક લોકો અને પરિવારજનોને થતાં તમામ નદી તરફ દોડી ગયાં હતાં જ્યાં સ્થાનીક તરવૈયાઓની મદદથી બાળકીને નદીના પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ મામલે સ્થાનીક પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક બાળકીનો કબજાે લઈ મૃતક બાળકીને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આ સંબંધે મૃતક બાળકીના દાદા હુકીયાભાઈ માજુભાઈ માવીએ કતવારા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: