કોરોના વાયરસ સામે અગમચેતીના પગલાં લઇ દાહોદ જિલ્લાની કોલેજો તેમજ શાળાઓ આજથી 19 માર્ચ સુધી બંધ રહેશે
દાહોદ તા.૧૬
કોરોના વાયરસની કટોકટીને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં તરીકે વેલાયેલા નિર્ણયમાં ગુજરાતની પણ શાળા,કોલેજા ૨૯ મી માર્ચ સુધી બંધ રાખવાના આદેશો સાથે આજરોજથી દાહોદ જિલ્લાની તમામ શાળા કોલેજા બંધ રહેવા પામી છે. હાલ જ્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે માત્ર બોર્ડની પરીક્ષા રાબેતા મુજબ ચાલી હતી. દાહોદ શહેરમાં સવારથી જ શાળા કોલેજાના પટાગંણો સહિત વર્ગ ખંડો સુમસામ નજરે પડ્યા હતા.
ગુજરાત રાજ્યમાં હજુ સુધી કોરોના વાઈરસનો કોઈ પોઝીટીવ કેસ નોંધાયો નથી પરંતુ રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના પગલાંના ભાગરૂપે આગામી બે સપ્તાહ સુધી એટલે કે, તારીખ ૨૯મી માર્ચ સુધી શાળા કોલેજા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ સાથે રાજ્યના શોપીંગ મોલ તેમજ સ્વીમીંગ પણ બંધ રાખવાનો આદેશો કરવામાં આવ્યા છે. વાત કરીએ દાહોદ જિલ્લાની તો આ આદેશોનું પાલન દાહોદ જિલ્લામાં પણ જાવા મળી રહ્યું છે. આજ સવારથી દાહોદ શહેર સહિત જિલ્લાની શાળા તેમજ કોલેજામાં તાળા લટકાતાં જાવા મળ્યા હતા. માત્ર બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોય તેવા પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજ સવારથી શાળા કોલેજા બંધ રહેતા ઘણા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને આ આદેશથી અજાણ હોવાથી આજે વહેલી સવારે રાબેતા મુજબ વિદ્યાર્થીઓ તેમજ તેના વાલીઓ વિદ્યાર્થીઓને છોડવા શાળાએ પહોંચી ગયા હતા પરંતુ બાદમાં સમગ્ર બાબતની જાણ થતાં તેઓ પરત ચાલ્યા ગયા હતા. શાળા કોલેજાની બહાર સંચાલકો દ્વારા આ સંદર્ભે જાહેર સુચના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે જેથી શાળાએ આવતાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ આ સુચનાથી વાકેફ રહે.
#dahod sindhuuday