કતવારા ગામે પાણીના નિકાલ માટે અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખીહિંસક હુમલો કરી બે મહિલા સહિત છ જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોચાડી.
કતવારા જયેશ ગારી
દાહોદ તાલુકાના કતવારા ગામે પાણીના નિકાલ માટે અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી બડદવાલ પરિવારના સભ્યો મારક હથિયારો સાથે દોડી આવી સામા પક્ષના વ્યક્તિઓ ઉપર હિંસક હુમલો કરી બે મહિલા સહિત છ જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોચાડી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાણવા મળેલ છે.
દાહોદ તાલુકાના ચંદવાણા ગામના લહેરી ફળીયાના બડદવાલ પરિવારના અર્જુનસિંહ, ગંભીરસિંહ, પંકજભાઈ પ્રતાપભાઈ, નિલેશભાઈ ગંભીરસીંહ, રાજેન્દ્રભાઈ ગંભીર સિંઘ, ભારતભાઈ ગંભીરસિંઘ, દેવેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ, સુનીલભાઈ ધારાસિંઘ, ધારાસિંઘ મદનલાલ, કાળુભાઈ મદનભાઈ, પ્રતિકભાઈ ધારાસીંગ તથા કતવારા ગામના મુકેશભાઈ ઈન્દ્રસીંગભાઈ કથોટા એમ કુલ ૧૧ જેટલા ઈસમોએ ચંદવાણ ગામના લહેરી ફળીયાના અલકાબેન મહેશભાઈ બામણના ઘર આગળ પાણીના નિકાલ માટે અગાઉ થયેલ ઝઘડા તકરારની અદાવત રાખી મારક હથિયારો લઈ એકસંપ થઈ ગેરકાયદે ટોળકી બનાવી દોડી આવી અલકાબેન તથા મહેશભાઈને ગાળો બોલી તે કેમ પંચ ભેગુ કરેલ છે અને સમાધાન કરાવેલ છે તેમ કહી માથામાં હોકી તથા લાકડીઓ મારી તથા ગડદાપાટુનો માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અને વચ્ચે છોડાવવા પડેલ સરસ્વતીબેન, ભારતભાઈ, કૃતિકભાઈ, પ્રતિકભાઈ તથા અર્પિતભાઈને પણ ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવ્યું હતું.આ સંબંધે અલકાબેન મહેશભાઈ બામણે કતવારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.–

