મર્ડરના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે ઝડપી પડ્યા.
દાહોદ તા.૦૩ નીલ ડોડીયાર
છેલ્લા બે વર્ષથી દાહોદ ટાઉન વિસ્તારના મર્ડરના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે મોરબી નવલખી પોર્ટ ખાતેથી ઝડપી પાડી જેલ ભેગો કર્યાનું જાણવા મળે છે.દાહોદ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ તેમજ અન્ય ગુન્હાહિત પ્રવૃત્તિઓ કરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસવાળા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એ ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે ગત વર્ષ તારીખ 17મી એપ્રિલ 2021 ના રોજ દાહોદ ટાઉન વિસ્તારમાં મર્ડર થયું હતું જેના આરોપી રાજુભાઈ રજનીકાંત સંગાડા અને કરણભાઈ રાજુભાઈ સંગાડા (બંને રહે. દાહોદ, હાટડી ફળિયુ, તા.જી.દાહોદ) ને ટેકનિકલ સોસના માધ્યમથી નવલખી પોર્ટ ખાતેથી ઝડપી પાડી દાહોદ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.