દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની લીમડી પોલીસે છેલ્લા સાત વર્ષથી ગુમ થયેલ મહિલાને શોધી કાઢી
પંકજ પંડિત.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની લીમડી પોલીસે છેલ્લા સાત વર્ષથી ગુમ થયેલ મહિલાને શોધી કાઢી તેના પરિવારજનોને સુપરત કરતાં પરિવારજનોએ લીમડી પોલીસનો આભાર માન્યો હતો.ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામે નીસરતા ફળિયામાં રહેતાં રમીલાબેન પિયુષભાઈ નીસરતા સાત વર્ષ પહેલા ગુમ થઈ ગઈ હતી અને આ મામલે લીમડી પોલીસ મથકે પરિવારજનો દ્વારા જાણવા જાેગ પણ નોંધાઈ હતી ત્યારે લીમડી પોલીસે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ સઘન તપાસનો ધમધમાટ આરંભ કરી મહિલાની શોધખોળનો દૌર આરંભ કર્યાે હતો જેમાં પોલીસે હ્યુમન ઈન્ટેલીજેન્સનો ઉપયોગ કરી મહિલાને અમદાવાદ ખાતેથી શોધી કાઢી હતી. મહિલાની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે મજુરી માટે તે ચાલી ગઈ હતી ત્યારે પોલીસે તેને પરત પોતાના વતન ખાતે લાવી પરિવારજનોને મહિલાને સુપરત કરી હતી.


