લીટલ માસ્ટર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ લીમડીમંગળવાર રોજ સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી.
રમેશ પટેલ
લીટલ માસ્ટર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ લીમડી4 જુલાઈ મંગળવાર રોજ સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ નિમિત્તે શાળાના આચાર્યા શ્રી મિત્તલ એન શર્મા ના માર્ગ દર્શન થી વિશાલસર બાળકોને વર્ગમાં સ્વામી વિવેકાનંદની વીરતા અને તેમના કાર્યો તેમજ મેળવેલી સફળતા વિષેની જાણકારી આપી હતી.તેમના સુવાક્યો પણ કહેવામાં આવ્યા હતાં. “ઊઠો, જાગો અને જ્યાં સુધી તમે તમારા લક્ષ્ય સુધી ન પહોંચો ત્યાં સુધી રોકશો નહીં.દિવસમાં ઓછામાં ઓછું એકવાર તમારી જાત સાથે વાત કરો. નહિંતર, તમે વિશ્વના સૌથી હોંશિયાર વ્યક્તિને મળવાનું ચૂકી જશો.””જ્યાં સુધી તમે તમારી જાત પર વિશ્વાસ ન કરી શકો ત્યાં સુધી તમે ભગવાન પર વિશ્વાસ કરી શકતા નથી.”વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં પ્રેરણા મળી રહે તે માટે તેમની પ્રતિમા પણ બતાવવામાં આવી હતી.