બે વર્ષથી દાહોદ, મહીસાગર, અમદાવાદ, દેવભુમિ દ્વારકા જિલ્લામાં કુલ ચાર (૦૪) ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

દાહોદ

નીલ ડોડીયાર

ગુજરાત રાજયના દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર જિલ્લામાં ઘરફોડ ચોરીના કુલ:-૭ (સાત) અનડિટેકટ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી ઘરફોડ ચોરીમા ગયેલ સોના-ચાંદીના દાગીના મળી કિ.રૂ.૬૪૫૭૦/- ના મુદ્દામાલ સાથે છેલ્લા બે વર્ષથી દાહોદ, મહીસાગર, અમદાવાદ, દેવભુમિ દ્વારકા જિલ્લામાં કુલ ચાર (૦૪) ગુનામા નાસતા ફરતા આરોપીને દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.પોલીસે ઝડપી પાડ્યું.

દાહોદ એલ.સી.બી. સ્ટાફની ટીમો લૂંટ, ધાડ, તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓમા સંડોવાયેલ આરોપીઓની તેમજ આવા પ્રકારના ગુનાઓ આચરતી ગેંગના સાગરીતોની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી.તેં દરમ્યાન દાહોદ એલ.સી.બી., પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.ડિંડોર નાઓની સુચના મુજબ આજરોજ એલ.સી.બી., પો.સ.ઇ. એમ.એલ.ડામોર, પો.સ.ઇ.જે.બી.ધનેશા તથા એલ.સી.બી.ની ટીમ ઝાલોદ ડીવીઝન વિસ્તારમા મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓની વોચમા નિકળેલ હતી તેં દરમ્યાન બાતમી હકિકત મળી હતી કે, જીલ્લા તથા જીલ્લા બહારની ઘરફોડ ચોરીના ગુનાઓમા વોન્ટેડ આરોપી હિમાભાઇ મંગાભાઇ સબુરભાઇ મોહનીયા રહેવાસી ઉંડાર બિલવાળ ફળીયા તા.ધાનપુર જી.દાહોદનો લીમડી હાટ બજારમાં દાહોદ રોડ ઉપર કોઇ જગ્યાએથી લાવેલ સોના-ચાંદીના શંકાસ્પદ દરદાગીના લઇ ઉભેલ છે જે બાતમીના આધારે તપાસ કરતા એક ઇસમ ઉભેલો જોવા મળતા સદરી ઇસમ નજીક ગાડી લઇ જતા તે પોલીસના માણસોને ઓળખી ભાગવા જતા સદરી ઇસમનો પીછો કરી પકડી પાડી ભાગવા બાબતે પુછતા કોઇ હકિકત નહી જણાવતા જેની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખીસ્સામાં એક પ્લાસ્ટીકની થેલીમાં મુકેલ સોના-ચાંદીના દરદાગીના મળી આવેલ જે જોતા (૧) સોનાની બુટી જોડ-૧ (૨) ચાંદીના ભોરીયા નંગ-૨ (૩) ચાંદીના છડા જોડ-૧ (૪) ચાંદીના સિક્કા વિમલના પેકેટમાં નીકળે તે નંગ-૨૦ મળી આવેલ. જે સોના-ચાંદીના દાગીનાના બિલો માંગતા ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ નહી આપતા તેની પાસેના સોના-ચાંદીના દાગીના કોઇ ચોરી કરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાઇ આવતા કબ્જે કરેલ.જે પકડાયેલ ઇસમને વિશ્વાસમા લઇ યુકિત પ્રયુકિતથી પૂછપરછ કરતા જણાવેલ કે, પોતે તથા પોતાના સાગરીતો સાથે ભેગા મળી ભેગા મળી જિલ્લા તથા જિલ્લા બહાર રાત્રીના સમયે જુદી-જુદી જગ્યાએ ચોરી કરી હોવાની કબુલાત કરી જેની કબુલાત આધારે ખાત્રી તપાસ કરતા જિલ્લા તથા જિલ્લા બહારના નીચે મુજબના ઘરફોડ ચોરીના અનડિટેકટ ગુનાઓ ડિટેકટ કરી એ ઈસમ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી દાહોદ એલ.સી.બી પોલીસ દ્વારા કરવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!