દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ની પૂરક પરીક્ષાઓ શાંતિપૂર્વક તેમજ નિર્ભય પણે યોજાય તે માટે સંબધિત

સિંધુ ઉદય

દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ની પૂરક પરીક્ષાઓ શાંતિપૂર્વક તેમજ નિર્ભય પણે યોજાય તે માટે સંબધિત અધિકારીઓને અનુરોધ કરાતા કલેક્ટર શ્રી ડો.હર્ષિત ગોસાવીના દાહોદ ખાતે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ દાહોદ..દાહોદ જિલ્લામાં અગામી ધોરણ ૧૦ અને ૧૨ ની સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સંદર્ભમાં પરીક્ષા સમિતીની બેઠક જિલ્લા કલેકટર શ્રી ડો.હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને કોન્ફરન્સ હોલ જિલ્લા સેવા સદન દાહોદ ખાતે યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ડો.હર્ષિત ગોસાવીએ જણાવ્યું હતું કે અગામી ધોરણ ૧૦ અને ૧૨ ની પૂરક પરીક્ષાઓ શાંતિપૂર્વક અને નિર્ભય પણે યોજાય તે માટે જરૂરી આયોજન કરવા સંબધિત અધિકારીઓને સુચના આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.એચ.મેડાએ પૂરક પરીક્ષા અંગે વિગત આપતાં જણાવ્યું હતું કે આગામી દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પૂરક પરીક્ષાઓ તારીખ ૧૦ થી તારીખ ૧૪ જૂલાઇ સુધી પરીક્ષાઓ યોજાશે ઉપરાંત જિલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષા જિલ્લાના દાહોદ કેન્દ્રના ૨૩ પરીક્ષા સ્થળ પર યોજાશે. અને ધોરણ ૧૨ ની સામાન્ય પ્રવાહની પરીક્ષા દાહોદ જિલ્લાના ૧૦ કેન્દ્રોમાં પરીક્ષા પર લેવામાં આવશે ધોરણ ૧૨ ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા દાહોદ જિલ્લાના ૦૨ કેન્દ્રના પરીક્ષા સ્થળ ઉપર લેવાશે. પૂરક પરીક્ષામાં ધોરણ ૧૦ ના ૬૯૦૦ વિધાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ ૧૨ ની સામાન્ય પ્રવાહમાં ૨૭૯૦ અને ધોરણ ૧૨ ની વિજ્ઞાન પ્રવાહમાં ૩૦૦ વિધાર્થીઓ પરીક્ષા આપશે એમ મળી કુલ ૯૯૯૦ વિધાર્થીઓ પરીક્ષામાં આપશે બેઠકમાં પરીક્ષાના સંપૂર્ણ આયોજન, કાયદો અને વ્યવસ્થા, વિધાર્થીઓ પરીક્ષા સ્થલે સમય સર પહોંચી શકે તે માટે બસની વ્યવસ્થા, આરોગ્યની સુવિધા, પરીક્ષા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, પરીક્ષા સેન્ટરોની આસપાસ ઝેરોક્ષ બંધ રાખવા વગેરે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતીઆ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નીલેશ મુનિયા, સહિત અધિકારી શ્રી ઓ કર્મચારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!