આઠ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને દાહોદ એલસીબી એ ઝડપી પાડ્યો.

સિંધુ ઉદય

દાહોદ તા.૦૫ગુજરાત રાજ્યના વડોદરા તેમજ પંચમહાલ જિલ્લામાં ઘરચોરીના મળી કુલ 8 અન ડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ સોનાના દાગીના મળી કુલ રૂપિયા ૧,૧૬,૧૧૦ ના મુદ્દામાલ સાથે દાહોદ એલસીબી પોલીસે આરોપીને ઝડપી પાડી ભેગો કર્યાનું જાણવા મળે છે.દાહોદ જિલ્લા પોલીસ વડા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ તેમજ વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાંતમી ના આધારે ગુજરાત રાજ્યના વડોદરા તેમજ પંચમહાલ જિલ્લામાં ઘરફોડ ચોરીના મળી કુલ આઠ અને ડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલ કાઢ્યો છે જેમાં આરોપી સંજયભાઈ ઉર્ફે દાસ નરસીંગભાઈ મચ્છર (રહે. કંબોઈ, નિશાળ ફળિયુ, તા. લીમખેડા, જી.દાહોદ) ને પોલીસે કંબોઈ ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ આરોપીને પોલીસ મથકે લાવી તેની સઘન પૂછપરછ કરતા તેણે વડોદરા તેમજ પંચમહાલ જિલ્લામાં ભરપૂર ચોરીના કુલ આઠ ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ આરોપી પાસેથી સોનાના દાગીના મળી કુલ રૂપિયા ૧,૧૬,૧૧૦ નો મુદ્દા માલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: