ફતેપુરા નગરમાં કુવારીકાઓએ પાંચ દિવસ સુધી અલુણા વ્રત કરી વ્રતની ઉજવણી કરી.
શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા નગરમાં કુવારીકાઓએ પાંચ દિવસ સુધી અલુણા વ્રત કરી વ્રતની ઉજવણી કરી ફતેપુરા નગરમાં કામેશ્વર મહાદેવ મંદિર લક્ષ્મીનારાયણ મંદિર તેમજ હનુમાન ટેકરી ખાતે કુવારીકાઓ દ્વારા અલુણા વ્રતની ઉજવણી કરવામાં આવી હતીમનનો માણીગર મેળવવા પાંચ દિવસ સુધી અલુણા વ્રત કરી કુંવારીકાઓ શિવજીની ભક્તિમાં મગ્ન થાય છે પાંચ દિવસ સુધી ચાલતા આ વ્રતમાં કુવારીકાઓ મોળાક વસ્તુ ખાઈને પોતાના મનગમતા ભરતા માટે વ્રત કરે છે કહેવાય છે કે ગોરમાએ પાંચ આંગળીએ પૂજ્યા કે ડાકલા ઓછા પડ્યા રે લોલ