દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં બેના મોત
ગગન સોની / ધ્રુવ ગોસ્વામી
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લાના દાહોદ તથા ઝાલોદ તાલુકામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યÂક્તઓના સારવાર દરમ્યાન મોત નીપજ્યાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ શહેરમાં બનવા પામ્યો હતો જેમાં દાહોદ તાલુકાના વરમખેડા ગામે કુવા ફળિયામાં રહેતા અનીલભાઈ ઉદેસીંગભાઈ પરમાર ગત તા.૧૬મી માર્ચના રોજ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ દાહોદ શહેરમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે એક મારૂતી ફન્ટી ગાડીના ચાલકે પોતાના કબજાની મારૂતી ફન્ટી ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અનીલભાઈની મોટરસાઈકલને જાશભેર ટક્કર મારતાં અનીલભાઈ મોટરસાઈકલ સાથે જમીન પર ફંગોળાયા હતા અને જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમ્યાન અનીલભાઈનું મોત નીપજતાં આ સંબંધે મૃતકના કાકા ભીમાભાઈ સુકીયાભાઈ પરમારે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજા બનાવ ઝાલોદ તાલુકાના કુણી ગામે બનવા પામ્યો હતો જેમાં ઝાલોદ તાલુકામાં રહેતા મથુરભાઈ સેનાભાઈ મેડા પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ગતરોજ કુણી ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી મથુરભાઈની મોટરસાઈકલને અડફેટમાં લેતા જાશભેર ટક્કર મારતાં મથુરભાઈ જમીન પર પટકાયા હતા અને જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમ્યાન મથુરભાઈનું મોત નીપજતાં આ સંબંધે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#Dahod #Sindhuuday

