પોતાના ખેતરમાં કામ કરી રહેલી ગરબાડાના ટુંકી વજુ ગામની ૪૦ વર્ષીય મહિલા તેનાજ ગામના અને કુટુંબના યુવકે છેડતી કર્યા.
સિંધુ ઉદય
દાહોદ તા.૦૬ પોતાના ખેતરમાં કામ કરી રહેલી ગરબાડાના ટુંકી વજુ ગામની ૪૦ વર્ષીય મહિલા તેનાજ ગામના અને કુટુંબના યુવકે છેડતી કર્યા બાદ તે યુવકે ખેતર ખેડવાના મામલે ઝઘડો તકરાર કરી બેફામ ગાળો બોલતા તે મહિલાને મનમા લાગી આવતા તે મહિલાએ ચણા મોહવાની દવા પી જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.ગરબાડા તાલુકાના ટુંકી વજુ ગામના નિશાળ ફવિયામાં રહેતી ૪૦ વર્ષીય યુવતી પોતાના ખેતરમાં સાંજે ચારેક વાગ્યાના સુમારે કામ કરતી હતી તે વખતે તેના ફળિયામાં રહેતો ગીરીષભાઈ સુરસીંગભાઈ ગોહીલે વી તે યુવતીનો હાથ પકડી છેડતી કરી હતી તેમજ તા. ૨૮-૬-૨૦૨૩ના રોજ તે .યુવતી પોતાના ખેતરમાં ટ્રેક્ટર લઈ વાવણી કરવા ગઈ હતી તે વખતે ગીરીષ ગોહીલે બેફામ ગાળો બોલતા તે યુવતી પોતાના ઘરે પરત જતી રહી હતી તે પછી ગીરીષ ગોબીલે તે યુવતેની તે ખેતર કેમ ખેડ્યું અને કોને પુછીને ખેડ્યુ તેમ કહી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધાકધમકી આપતાં તે યુવતીના મનમાં લાગી આવતાં તે યુવતીએ ચણા મોહવાની દવા ગટગટાવી લેતા તેની હાલત બગડતાં તેને સારવાર માટે ગરબાડા સરકારી દવાખાને ખસેડવામાં આવતા આ અંગેની જાણ ગરબાડા પોલિસને થતાં ગરબાડા પોલિસે ગરબાડાસરકારી દવાખાને દોડી આવી હતી અને તે વખતે દવાખાનામાં સારવાર લઈ રહેલી તે યુવતીએ આ સંબંધે પોતાની ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલિસે છેડતીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.