દેવગઢ બારીઆ તાલુકાની સાગટાળા પોલિસે ગતરાતે ઝાબ ગામે રૂપિયા થી વિદેશી દારૂ ઝડપી પાડ્યો.
સિંધુ ઉદય
દાહોદ તા.૬ દાહોદ જિલ્લાની દેવગઢ બારીઆ તાલુકાની સાગટાળા પોલિસે ગતરાતે ઝાબ ગામે વચલા ફળિયાના જંગલમાં ગામના બુટલેગરે સંતાડી રાખેલ રૂપિયા ૧.૩૭ લાખ ઉપરાંતની કિંતમના વિદેશી દારૂ-બીયરની પેટીઓ નંગ-૩૮ પકડી પાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારીઆના ઝાબ ગામે વચલા ફળિયામાં રહેતા બુટલેગર વિજયભાઈ ચીમનભાઈ પટેલ બહારથી ગાડીમાં વિેશી દારૂ તથા બીયરનો મોટો જથ્થો મંગાવી તેના ગામના વચલા ફળિયાના જંગલમાં ઉતાર્યો હોવાની સાગટાળા પોલિસને બાતમી મળતા સાગટાળા પોલિસે રાત્રીના સવા બાર વાગ્યાના સુમારે બાતમી વાળી જગ્યા ઝાબ વચલા ફળિયાના જંગલમાં દોડી જઈ ઓચિંતી પ્રોહી રેડ પાડી જંગલમાંથી રૂા. ૭૨૦૦૦ની કુલ કિંમતની માઉન્ટસ બીયની પીટે નંગ-૨૫, રૂા. ૨૬,૫૮૦ની કિંમતની ગોવા વ્હીસ્કીની હોલની પેટી નંગ-૫ તથા રૂા. ૩૯,૧૬૮ ની કિંમત રી રોયલ સ્પેશ્યલ વ્હીસ્કીના કવાટરીયાની પેટી નંગ-૮ મળી કુલ રૂપિયા ૧,૩૭,૭૪૮ની કુલ કિંમતની કુલ બોટલ નંગ-૧૦૪૪ ભરેલ પેટીઓ નંગ-૩૮ પકડી પાડી કબજે લીધી હતી જ્યારે બુટલેગર વિજયભાઈ ચીમનભાઈ પટેલ પોલિસની રેડ જાેઈ સ્થળ છોડી નાસી ગયો હતો.આ સંબંધે સાગટાળા પોલિસે ઝાબ ગામના બુટલેગર વિજયભાઈ ચીમનભાઈ પટેલ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.