ઝાલોદના સાંપોઇ મુકામે સર્જાયેલ અકસ્માતમાં સારવાર દરમ્યાન યુવકનું મોત.
પંકજ પંડિત
ઝાલોદના સાંપોઇ મુકામે સર્જાયેલ અકસ્માતમાં સારવાર દરમ્યાન યુવકનું મોત કુલ ત્રણ યુવકોના મૃત્યુ થયા દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન યુવકનું મોત થતાં પરિવારજનો મા માતમ છવાયો મિત્રના જન્મ દિવસની ઉજવણી કરવા ઈનોવા ગાડીમાં સવાર પાંચ યુવાઓનુ સાંપોઇ ગામે ગાડી પલ્ટી ખાઈ જવાથી ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ગાડીમાં સવાર પાંચ યુવાનો પૈકી બે નું અકસ્માત થયેલ દિવસે જ મોત થયેલ હતું , ત્યાંર બાદ દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર લેતા કલ્પેશ કોળીના પુત્ર દેવનું મોત થવા પામેલ છે. દેવનું મોત થતાં તેના પરિવારજનો અને મિત્ર વર્તુળમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારના લાડકવાયા દીકરાનું મોત થતાં પરિવારના આક્રંદ થી વાતાવરણ ગમગીન બની ગયું હતું.મૃતક દેવ કોળીનું મૃતદેહ સહુ પ્રથમ ઝાલોદ મુકામે લાવી ત્યારબાદ તેના પૈત્રુક નિવાસ રણિયાર મુકામે પરિવાર દ્વારા ભારે હૈયે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સહુ પરિવારજનો અને સગા સંબંધીઓ દ્વારા ભારે હૈયે તેને અંતિમ વિદાય આપી હતી.