દાહોદ તાલુકા પોલીસે જાહેર માં જુગાર રમતા ત્રણ ને ઝડપી પડ્યા બે નાસી છૂટ્યા.
નીલ ડોડીયાર
દાહોદ.તા.૦૪
દાહોદ તાલુકાના વાંદરીયા ગામે પાણીના ટાંકા પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં પત્તાપાના વડે પૈસા ઉપર રમાતા હારજીતના જુગાર પર દાહોદ તાલુકા પોલિસે ઓચિંતો છાપો મારી અંગઝડતી તેમજ દાવ પરની રોકડ, ત્રણ મોબાઈલ ફોન તથા બે મોટ સાયકલો મળી રૂા. ૭૪ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે પાંચ જણા પૈકી ત્રણ જણાની ધરપકડ કર્યાનું તેમજ અન્ય બે નાસી ગયાનું જાણવા મળ્યું છે.
દાહોદ તાલુકાના વાંદરીયા ગામે પાણીના ટાંકા પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી દાહોદ તાલુકા પોલિસને મળી હતી જે બાતમીના આધારે દાહોદ તાલુકા પોલિસે ગતરોજ સાંજના સવા છ વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ વાંદરીયા ગામે પાણીના ટાંકા પાસે ખુલ્લી જગ્યામાં રમાતા જુગાર પર ઓચિંતો છાપો મારતાં જુગાર રમી રહેલા જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી જેમાં પોલિસે જુગાર રમી રહેલા જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી જેમાં પોલિસે જુગાર રમી રહેલા દાહોદ પરેલ રૂપનગર કવાટર નં. ૩૧૩/એફ માં રહેતા યોગેશભાઈ રમેશચંદ્ર પ્રેમજાની, ગરબાડાના ટુંકી વજુ ગામના કાંકોલ ફળિયામાં રહેતા કરણસીંગ અમરસીંગ ગોહીલ તથા ગોદીરોડ, રામનગર સોસાયટીમાં રહેતા દીલીપભાઈ ઓચ્છવલાલ દરજીને ઝડપી પાડ્યો હતાં જ્યારે દાહોદ પરેલ રૂપનગરમાં રહેતા ભરતભાઈ રમેશચંદ્ર પ્રેમજાની તથા વાંદરીયા પલાસ ફળિયાના સુરેશભાઈ પલાસ પોલિસને ચકમો આપી નાસી છુટવામાં સફળ રહ્યા હતા. પોલિસે અંગ ઝડતીમાંથી તેમજ દાવ પરના મળી રૂા. ૧૩,૭૦૦ની રોકડ, રૂા. ૧૦,૫૦૦ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન તથા રૂપિયા ૫૦,૦૦૦ની કિંમતની બે મોટર સાયકલ મળી રૂા. ૭૪,૨૦૦નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ દાહોદ તાલુકા પોલિસે જુગાર રમી રહેલા ઉપરોક્ત પકડાયેલા તથા નાસી ગયેલા મળી કુલ પાંચ જણા વિરૂધ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

