યુનિફોર્મ સિવિલ કોડના લાગુ કરવાના વિરોધમાં ગરબાડા બિટીપી તથા બિટીટીએસ પાર્ટી દ્વારા ગરબાડા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

વનરાજ ભુરીયા

યુનિફોર્મ સિવિલ કોડના લાગુ કરવાના વિરોધમાં ગરબાડા બિટીપી તથા બિટીટીએસ પાર્ટી દ્વારા ગરબાડા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડા ખાતે મામલતદાર કચેરીએ ગરબાડા તાલુકા ભારતીય ટ્રાઈબલ પાર્ટી તેમજ ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના પાર્ટીએ યુનિફોર્મ સિવિલ કોડ ના વિરોધમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને સચિવને ઉદ્દેશીને ગરબાડા નાયબ મામલતદાર યુવરાસિંહ ગઢવી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.સમાન નાગરિક સંહિતા લાગુ થવાથી વિશિષ્ટ ઓળખ પ્રભાવિત થશે જેના કારણે આદિવાસી વસ્તી પર નિમ્ન લિખિત અસરો થશે તેમ આવેદન પત્ર માં જણાવાયું છે.દેશના આદિવાસીઓના રુઢિગત કાયદાઓ સમાપ્ત થઈ જશે. રુઢિગત કાયદાઓના સંબંધમાં આદિવાસી રિઝર્વ વિસ્તારમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયો પર સમાન નાગરિક સંહિતાની સિધી અસર પડશે. આદિવાસીઓને ગ્રામ્ય સ્તરે PESA કાયદા હેઠળ ઘણા અધિકારો મળ્યા છે, જે સિવિલ કોડના અમલ સાથે સમાપ્ત થઈ શકે છે. દેશના દરેક રાજ્યોમાં આદિવાસીઓની જમીન સંબંધી કાયદા બન્યા છે તે સમાપ્ત થઈ જશે.આદિવાસીઓના રૂઢિગત રીત રિવાજોને કમજોર બનાવી દેશે જેને કાયદાનું બળ મળેલ છે. આ કાયદો રૃઢિગત કાયદાઓને એક સમાન કાયદો બનાવી દેશે અને એના ઉલ્લંઘન ને દંડનીય અપરાધ બનાવી દેવામાં આવશે.તેમજ સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ થવાથી આદિવાસીઓને બંધારણમાં જે સંરક્ષણ આપવામાં આવ્યુ છે તે સમાપ્ત થઈ જશે. આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ વેળાએ ગરબાડા ભારતીય ટ્રાઈબલ પાર્ટીનાં ગરબાડા તાલુકાના મંત્રી અક્ષયભાઈ મંડોડ તેમજ BTP/BTTS નાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: