નડિયાદ જવાહરનગર વિસ્તારમાં મકાન ની બારીના કાચ તોડી ૧૩.૪૦ લાખના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર.
નડિયાદ જવાહરનગર વિસ્તારમાં મકાન ની બારીના કાચ તોડી ૧૩.૪૦ લાખના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર નડિયાદના જવાહરનગર વિસ્તારમાં આવેલ બંગલામાં તસ્કરો ત્રાટકયા છે. બંધ મકાનની બારીના કાચ તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડ રૂપિયા ૧૧ લાખ અને અમેરીકન ડોલર મળી ૧૩.૪૦ લાખના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા. પરિવારના સભ્યો પંજાબ અમૃતસર ખાતે સુવર્ણ મંદિરે દર્શન કરવા ગયા હતા અને તસ્કરોએ બંગલામાં ચોરી કરી લાખોની મત્તાના મુદ્દામાલની ચોરી કરી છે. નડિયાદ ટાઉન પોલીસમાં ફરીયાદ નોધાઈ છે.નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં મેડીકલ સ્ટોરની પાછળ દિપ બંગ્લોઝમા ભગવાનદાસ મોટવાણી રહે છે. તેઓની દિકરી જુન માસમાં નોર્થ અમેરિકાથી ઈન્ડિયા વતનમાં આવી હતી. ૪ જુલાઈના રોજ ભગવાનદાસ તેમની પત્ની અને દિકરી મકાન બંધ કરી પંજાબના અમૃતસર સુવર્ણ મંદિરે દર્શન કરવા ગયા હતા. ભગવાનદાસનો દિકરો પ્રદિપભાઈ જે નડિયાદ ખોડીયાર ગરનાળા પાસે અલગ જગ્યાએ રહે છે તે ૬ જુલાઇ ના રોજ ઉપરોક્ત જવાહરનગરના બંગલે કામ અર્થે આવ્યા હતા. ત્યારે ઘરની અંદર બેડરૂમનો સરસામાન વેરવિખેર હતો અને બેડરૂમની બારીનો કાચ તૂટેલ હતો આ જોઈ ચોકી ગયા હતા. ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં તેઓએ ઘરમાં તપાસ કરતાં લાકડાના કબાટની અંદર દિવાલમાં ફીટ કરેલ લોખંડનું લોકર તૂટેલી હાલતમાં હતું. બીજા બેડરૂમમાં પણ સમાન વેરવિખેર અને કબાટ ખુલ્લા હતા. પ્રદિપભાઈએ તુરંત પોતાના પિતા ને જાણ કરી અને તેમા શુ મુકેલ હતું તે પુછતા મકાન વેચાણના રોકડ રૂપિયા ૧૧ લાખ અને અમેરીકન ડોલર મળી કુલ રૂપિયા ૧૩ લાખ ૪૦ હજાર હતાઆ ઉપરાંત સોનાના દાગીના જોકે પરિવાર હાલ અમૃતસર હોવાથી આ બાબતે પ્રદિપભાઈને જાણકારી ન હોવાને પગલે પ્રાથમિક તબક્કે રૂપિયા ૧૩.૪૦ લાખના મત્તાના મુદ્દામાલની ચોરી થઇ હોવાની ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસમાં નોધાઈ છે.