જાગૃતિ કન્યા વિદ્યાલય માં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈજનરલ સેક્રેટરી અને ઉપ સેક્રેટરી ની મતદાન દ્વારા ચૂંટણી યોજવામાં આવી
શબ્બીરભાઈ સુનેલવાલા
જાગૃતિ કન્યા વિદ્યાલય માં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈજનરલ સેક્રેટરી અને ઉપ સેક્રેટરી ની મતદાન દ્વારા ચૂંટણી યોજવામાં આવી શાળા ની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લઈ મતદાન કર્યું હતુંફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકાના મુખ્ય મથક જાગૃતિ કન્યા વિદ્યાલયમાં આજ રોજ જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે શાળાપંચાયતની લોકશાહી ઢભે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જનરલ સેક્રેટરી (જી. એસ.) તરીકે ધોરણ 12 ની વિદ્યાર્થીની મકવાણા સીતાબેન ને 373 મત મેળવીને વિજેતા બન્યા હતા અને ધોરણ 10 ની વિદ્યાર્થીની ઉપ સેક્રેટરી (ઉપ જી. એસ.)તરીકે ડામોર અનિતાબેન રાજુભાઈ 262 મત મેળવીને વિજેતા બન્યા હતા વિદ્યાર્થીનીઓએ અબીલ ગુલાલ ઉડાડી એકબીજાને અભિનંદન આપ્યા હતા આમ શાળા પંચાયતની ચૂંટણી દ્વારા લોકશાહીની સમજ મેળવી હતી તેમજ મતદાન અધિકાર વિશે પણ વિશેષ સમજ મેળવી હતી આમ આજ રોજ જાગૃતિ કન્યા વિદ્યાલયમાં ખુશીનો માહોલ છવાયો ગયો હતો દરેક શિક્ષક મિત્રોએ ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી કરી હતી