લુંટ, ધાડ અને ઘરફોડ ચોરીના કુલ ૦૬ ગુન્હાઓમાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતાં ૧૦ હજારના ઈનામી નાસ્તા ફરતા આરોપી ને ઝડપતી એલ. સી. બી. પોલીસ.
નીલ ડોડીયાર
દાહોદ તા.૦૮
ગુજરાત રાજ્યના પાટણ તેમજ પંચમહાલ જિલ્લામાં લુંટ, ધાડ અને ઘરફોડ ચોરીના કુલ ૦૬ ગુન્હાઓમાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતાં ૧૦ હજારના ઈનામી અને નામ બદલીને આણંદમાં રહેતાં ઈસમને દાહોદ એલ.સી.બી. પોલીસે આણંદ જિલ્લામાંથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ દ્વારા નાસતા ફરતાં આરોપીઓ, વોન્ટેડ આરોપીઓ, પ્રોહીબીશનના ગુન્હાઓને શોધી કાઢવા તેમજ આરોપીઓને ઝબ્બે કરવાની કામગીરી સહિત જુગારના આડ્ડાઓ સહિત અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરી રહી છે ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગુજરાત રાજ્યના પાટણ તેમજ પંચમહાલ જિલ્લામાં લુંટ, ધાડ અને ઘરફોડ ચોરીના કુલ ૦૬ ગુન્હાઓમાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતાં ૧૦ હજારના ઈનામી અને નામ બદલીને આણંદ જિલ્લાના આંકલાલ ખાતે રહેતો હેમરાજભાઈ ઉર્ફે રાજુભાઈ મંગળાભાઈ ખરાડીયા (રહે. જાદાખેરીયા, દડા ફળિયા, તા. લીમખેડા, જિ.દાહોદ) ને પોલીસે ઝડપી પાડ્યો હતો. ઉપરોક્ત ઝડપાયેલ ઈસમ વિરૂધ્ધ પાટણ, વાગડોદ અને પંચમહાલ જિલ્લા પોલીસ મથકે ગુનાઓ નોંધાયેલ છે. સમગ્ર મામલે દાહોદ એલ.સી.બી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.