વરજર ગામની ૨૩ વર્ષીય પરણીતા છેલ્લા ૧૪ માસથી તેના પતિ તેમજ સાસરીયાઓ ત્રાસ આપતા પોલીસ ફરિયાદ કરાઈ.
પંકજ પંડિત ઝાલોદ
દાહોદ તા.૦૮દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામે પરણેલી મધ્યપ્રદેશના વરજર ગામની ૨૩ વર્ષીય મુસ્લીમ પરણિતાને છેલ્લા ૧૪ માસથી તેના પતિ તેમજ સાસરીયાઓ દ્વારા ગાડી, આઈફોન તેમજ ઘર ખર્ચના પૈસા તેના ભાઈના ત્યાંથી લઈ આવવા દબાણ કરી મારી નાંખવાની ધાકધમકી આપી મારકુટ કરી શારિરીક અને માનસીક ત્રાસ આપતાં આવા ત્રાશથી પીડીત પરણિતાએ પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ કર્યાનું જાણવા મળે છે.
મધ્યપ્રદેશના વરજર ગામના પઠાણ મહોલ્લામાં રહેતાં આમીરખાન અઝગરઅલી ખાનની દીકરી ૨૩ વર્ષીય આઈશાબેનના નિકાહ તા. ૧૨મી માર્ચ ૨૦૨૨ના રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામે કાનુંગા ફળિયામાં રહેતાં સહેજાદભાઈ શાબીરબાઈ કાનુંગા સાથે મુસ્લીમ સમાજના રીત રીવાજ મુજબ થયા હતા. આઈશાબેન લગ્ન બાદ પોતાની સાસરીમાં આવી ત્યારે તેના પતિ તથા સાસરીયાઓએ એકાદ માસ તેની સાથે સારૂ રાખ્યું હતું અને ત્યારબાદ સૌનું પોત પ્રકાશ્યું હતં અને પતિ સહેજાદ તેના પિતા શાબીરબાઈ શરીફભાઈ, માતા સકીલાબેન શાબીરભાઈ તથા બે નાના ભાઈઓ ફારૂક તેમજ એજાજ વિગેરેની ચઢામણીથી પોતાની પત્નિ આઈશાબેનને અવાર નવાર બેફામ ગાળો બોલી, તારા ભાઈએ તને કન્યાદાનમાં કશું આપ્યું નથી, તું તારા ભાઈના ઘરેથી મારા માટે ગાડી તેમજ આઈફોન લઈ આવ તેમજ ઘર ખર્ચ માટે પૈસા લઈ આવ, તેમ કહી દહેજની માંગણી કરી મારી નાંખવાની ધમકીઓ આપી મારકુટ કરી ત્રણ તલાક આપવાની ધમકીઓ આપી છેલ્લા ચૌદ માસથી અવાર નવાર શારિરીક અને માનસીક ત્રાસ આપી, તું મારા ઘરમાંથી નીકળી જા, કહીને પહેરેલ કપડે ઘરમાંથી બહાર કાઢી મુકતા આઈશાબેન પીયરવાટ પકડી પોતાના પિતાના ઘરે વરજર પહોંચી હતી અને પોતાના ભાઈએ તેને હિમ્મત આપતાં આઈશાબેને પોતાના પતિ, સાસુ, સસરા તથા બે દિયરો વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે આ સંબદે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

