કપડવંજ રોડ પરથી કન્ટેનરમાં લઈ જવાતો ૩૭.૭૭ લાખના વિદેશી દારૂ સાથે ડ્રાઇવર ક્લીનરની અટકાયત કરાઈ.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
કપડવંજ રોડ પરથી કન્ટેનરમાં લઈ જવાતો ૩૭.૭૭ લાખના વિદેશી દારૂ સાથે ડ્રાઇવર ક્લીનરની અટકાયત કરાઈ ડાકોર પોલીસના માણસો ગઇ કાલે રાત્રે કપડવંજ રોડ પર આવેલ ડોન બોસ્કો સ્કૂલ પાસે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન મરૂન કલરના કન્ટેનર નંબર (DL 1 LAJ 0694) આવતાં પોલીસે રોકીને ડ્રાઇવર તેમજ ક્લીનરને પુછતાછ કરતાં પોતાનું નામ ડ્રાઇવર રામલાલ નાનજી પટેલ (રહે.દેવગામ, ઉદેપુર, રાજસ્થાન) અને ક્લીનર શોભાલાલ ગોકુળજી રાયકા (રહે.સાવાગામ, ચિત્તોડગઢ, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. બંધ બોડીના કન્ટેનરમાં શું ભરેલ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરતા બંને વ્યક્તિઓ પોલીસને સરખો જવાબ ન આપતાં પોલીસે કડક રીતે પુછતાછ માલ ભરેલ છે તેના બિલ માગતા ડ્રાઇવરે એક બિલ રજુ કર્યું હતું. જોકે પોલીસને શંકા જતા કન્ટેનરની કેબિનમાં તપાસ હાથ ધરી હતી જ્યાંથી અન્ય એક બિલ પણ હાથ લાગ્યું હતું. વાહન નંબર મેચ ન થતાં પોલીસે બંને વ્યક્તિઓને સાથે રાખી કન્ટેનરનો પાછળનો દરવાજો ખોલી જોતા અહીંયા પુઠાના બોક્ષમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં પોલીસે વાહન અને ડ્રાઇવર કંડકટરને ડાકોર પોલીસ મથકમાં લાવી ગણતરી કરતા વિદેશી દારૂની 37,776 બોટલો કિંમત રૂપિયા 37 લાખ 77 હજાર 600નો મળી આવ્યો હતો. આટલો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે દિશામાં પોલીસે પકડાયેલા ઇસમોની પૂછપરછ કરતા ઉપરોક્ત દારૂનો જથ્થો મહારાષ્ટ્ર ખાતેથી લાવવામાં આવ્યો છે. જેમાં માંગીલાલ અને નાથુલાલ નામના બુટલેગર અને અન્ય એક વ્યક્તિએ આ દારૂનો જથ્થો તેઓ ગુજરાતમાં જ્યાં કહે ત્યાં પહોચાડવાનો હતો. પોલીસે આ બનાવમાં વાહન અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૪૯ લાખ ૯૧ હજાર ૮૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ૬ વ્યક્તિઓ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.