તમારી નોકરી એસબીઆઈ માં નોકરી લાગી ગઈ છે કહીને ગઠીયાએ ૧.૧૦ લાખન પડાવી લીધા.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
તમારી નોકરી એસબીઆઈ માં નોકરી લાગી ગઈ છે કહીને ગઠીયાએ ૧.૧૦ લાખન પડાવી લીધા નડિયાદ પશ્ચિમમાં રહેતી મહિલાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને કહ્યું કે, અભિનંદન તમારી ખેડા એસબીઆઈ માં નોકરી લાગી છે કહીને ગઠીયાએ અલગ અલગ રીતે રૂપિયા ૧.૧૦ લાખ પડાવી લીધા છે. નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સાઈકૃપા સોસાયટીમાં રહેતા વિધવા મહિલા બીજલબેન કલ્પેશકુમાર ડાભી પોતે એમબીએ સુધીનો અભ્યાસ કરેલ છે. ૫ જુલાઈના રોજ બીજલબેનના મોબાઈલ નંબર પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેની વ્યક્તિએ જણાવ્યું કે, હું એસબીઆઇ ખેડા બ્રાન્ચમાંથી બ્રાન્ચ હેડ પંકજભાઈ બોલું છું અને એસબીઆઇ ખેડા બ્રાન્ચમાં તમારી નોકરી લાગી ગઈ છે તેમ કહી અભિનંદન પાઠવ્યા હતા. આઈડીની ફી અને ઓર્ડર લેવા માટેગઠીયાએ મોકલેલા સ્કેનર કોડ મારફતે ઓનલાઇન ટ્રાન્જેક્શન કરી પોતાના એકાઉન્ટમાંથી કુલ રૂપિયા ૧ લાખ ૧૦ હજાર આપ્યા હતા. ત્યારબાદ ગઠિયાએ જણાવ્યું કે નોકરીનો ઓર્ડર લેવા માટે આવતીકાલે ખેડા એસબીઆઈ બ્રાન્ચ ખાતે આવી જજો અને બીજા દિવસે ફોન આવ્યો હતો કે હું કહું તે પછી આવજો તેમ કહી છેલ્લે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. ત્યારબાદ બીજલબેન અને તેમના ભાઈએ ઉપરોક્ત મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરતા કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. જેથી બંને ભાઈ બહેન ખેડા એસબીઆઈ બેંકમાં જઈને તપાસ કરતા પંકજભાઈ નામનો કોઈ વ્યક્તિ નોકરી કરતો નથી અને આ રીતે અમે કોઈને નોકરી આપતાં નથી તેમ જાણવા મળ્યું હતું. આથી બીજલબેનને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ પોલીસમાં અજાણ્યા નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી છે.